News of Monday, 27th October 2025
ટ્રમ્પ ટેરિફ રમત રમતા રહ્યાને ભારતે પોતાનો ભાગ ભજવી દિધો
૨૦૨૫-૨૬ નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ચીનને ભારતની નિકાસમાં આશરે ૨૨ ટકાનો વધારો નોંધાયો યુએસના ૫૦% ટેરિફથી ઝીંગા નિકાસથી લઈને કાપડ ક્ષેત્ર સુધીની દરેક વસ્તુ પર નોંધપાત્ર અસર પડી

નવી દિલ્હી તા.૨૭: જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ ગેમ રમી રહ્યા છે, ત્યારે ભારતે નિકાસકાર દેશોની યાદીમાં વિવિધતા લાવી છે. તેની અસર દેખાઈ રહી છે. જોકે, યુએસ બજારમાં દબાણ વચ્ચે ભારતીય નિકાસકારો અન્ય બજારો તરફ વળ્યા છે. અહેવાલો અનુસાર, યુએસ ટેરિફ તણાવ વચ્ચે ભારત-ચીન વેપાર સંબંધોમાં સુધારો થયો છે, અને ૨૦૨૫-૨૬ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ચીનને ભારતની નિકાસમાં આશરે ૨૨્રુ નો વધારો થયો છે.
અહેવાલો અનુસાર, ભારત-ચીન વેપારમાં સુધારો થવાને કારણે, એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૨૫ માં ભારતની ચીનમાં નિકાસ ડોલર ૮.૪૧ બિલિયન થઈ ગઈ, જે પાછલા નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ઼૬.૯૦ બિલિયનથી લગભગ ૨૨% વધુ છે. યુએસ ટેરિફથી સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોના ઉત્પાદનો, ખાસ કરીને ઝીંગા અને એલ્યુમિનિયમની ચીનમાં નોંધપાત્ર માંગ જોવા મળી છે. ચીનમાં નિકાસમાં અન્ય ઘણા ક્ષેત્રોમાં પણ વધારો જોવા મળ્યો છે.
તાજેતરના અન્ય અહેવાલો મુજબ, અમેરિકાએ ભારત પર ૫૦% ટેરિફ લાદ્યા પછી ભારતીય ઝીંગા નિકાસ પર પ્રતિકૂળ અસર પડી છે. વૈશ્વિક ડેટાને ટાંકીને, ટ્રમ્પના ટેરિફ હુમલાને કારણે ભારતથી યુએસમાં એર કાર્ગો નિકાસમાં ૧૪%નો તીવ્ર ઘટાડો થયો છે, જેમાં આંધ્રપ્રદેશના ઝીંગા ઉદ્યોગને આશરે રૂા.૨૫,૦૦૦ કરોડનું મોટું નુકસાન થવાનો અંદાજ છે. તેમાં જણાવાયું છે કે ૫૦% ટેરિફ બાદ યુએસમાં ઝીંગા નિકાસના ૫૦% ઓર્ડર રદ કરવામાં આવ્યા હતા
અન્ય ક્ષેત્રોમાં સૌથી વધુ અસર એલ્યુમિનિયમ અને કાપડમાં થઈ, જેના માટે અમેરિકા સૌથી મોટું બજાર છે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી (CITI) દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં તેની અસર જાહેર કરવામાં આવી હતી. સર્વેના તારણો દર્શાવે છે કે નિકાસ પર ૫૦% ટેરિફને કારણે કાપડ અને વષાક્ષેત્ર ઓછા ઓર્ડરનો સામનો કરી રહ્યું છે અને વ્યવસાયમાં લગભગ ૫૦% ઘટાડો થયો છે.
ભારતમાં ચીનના રાજદૂત શી ફેઇહોંગે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (અગાઉ X) પર એક પોસ્ટ દ્વારા ભારત-ચીન વેપારમાં વૃદ્ધિ પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે, ૅ૨૦૨૫-૨૬ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ચીનમાં ભારતની નિકાસમાં ૨૨્રુનો વધારો થયો છે. બેઇજિગ વધુ ભારતીય માલનું સ્વાગત કરે છે અને યુએસ ટેરિફની અસરને ઘટાડવામાં મદદ કરવા તૈયાર છે.ૅ
એ નોંધવું જોઈએ કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂઆતમાં તેમની ટેરિફ નીતિના ભાગ રૂપે ભારત પર ૨૫% પારસ્પરિક ટેરિફ લાદ્યો હતો. જો કે, તેમણે બાદમાં રશિયન તેલ અને શષોની ખરીદીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને યુક્રેન યુદ્ધમાં પુતિનને મદદ કરવા માટે ભારત પર આ ખરીદીઓમાં વધારો કરવાનો આરોપ લગાવ્યો હતો. પરિણામે, અમેરિકાએ ભારત પરનો ટેરિફ બમણો કરીને ૫૦% કર્યો, જે ૨૭ ઓગસ્ટથી અમલમાં આવ્યો
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
