તા. ૧ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૫ ગુરૂવાર
News of Tuesday, 21st October 2025
ગયામાં ફિલ્મી ઢબે હત્યાનો વીડિયો: યુવક પિસ્તોલ સામે છાતી કાઢી ઉભો રહ્યો, ચાર ગોળીઓ ઝીંકી દેવાઈ
હત્યા કર્યા બાદ આરોપી રાજેશ કુમાર પોતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો

ગયા (બિહાર): બિહારના ગયાજીમાંથી હત્યાની એક સનસનીખેજ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક યુવક હત્યારાની પિસ્તોલ સામે ડર્યા વગર ફિલ્મી ઢબે છાતી તાણીને ઉભો રહેલો દેખાય છે.
ત્યારબાદ, હત્યારાએ તેના પર એક પછી એક ચાર ગોળીઓ ચલાવીને તેની હત્યા કરી નાખી. અહેવાલો મુજબ, મૃતક યુવકનું નામ દીપક કુમાર (ઉંમર ૩૫ વર્ષ) હતું અને તેની હત્યા જમીન વિવાદમાં થઈ હતી.
ચોંકાવનારી વાત એ છે કે, હત્યા કર્યા બાદ આરોપી રાજેશ કુમાર પોતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
