તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Thursday, 16th October 2025
ઘોર કળિયુગઃ મામાએ ૬ વર્ષીય સગી ભાણેજને હવસનો શિકાર બનાવી
મધ્ય પ્રદેશના કટની જિલ્લામાંથી સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો

કટની તા.૧૬: મધ્ય પ્રદેશના કટની જિલ્લામાંથી સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક હેવાન મામાએ પોતાની ૬ વર્ષીય માસૂમ ભાણેજને પોતાની હવસનો શિકાર બનાવી હતી. બાળકીને પેટમાં દુખાવો થતાં મમ્મી ડોક્ટર પાસે લઈને ગઈ, ત્યારે આ ખતરનાક કાંડનો ખુલાસો થયો. પોલીસે આરોપી મામાની ધરપકડ કરી જેલમાં મોકલી દીધો છે.
આ હચમચાવી નાખતી ઘટના જિલ્લાના કૈમૌર વિસ્તારની છે. જાણકારી અનુસાર, ૨૮ વર્ષીય આરોપી વસીમ ખાન ઉર્ફ બાબૂએ પોતાની ૬ વર્ષની સગી ભાણેજને ફોસલાવીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આરોપી છેલ્લા ૩થી ૪ દિવસથી માસૂમ સાથે હેવાનિયત કરી રહ્યો હતો. તેની હેવાનિયત કોઈને સામે ન આવે, એટલા માટે તે માસૂમને સતત ડરાવતો હતો.
ડરના કારણે બાળકી ચૂપ રહી, પણ જ્યારે તેને પેટમાં અચાનક દુખાવો થયો તો માએ તેને ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે જોયા બાદ માએ બાળકીને પ્રેમથી પૂછ્યું તો માસૂમ રડતા રડતા તેની સાથે જે હેવાનિયત થઈ તેના વિશે વાત કરી. પોતાની દીકરી સાથે ભાઈની આ ગંદી હરકત સાંભળી માના પગતળેથી જમીન સરકી ગઈ.
આક્રોશિત માએ તાત્કાલિક દીકરીને લઈને કેમોર પોલીસ સ્ટેશન ગઈ અને પોતાના ભાઈ વસીમ ખાન વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ મળતા જ પોલીસે તાત્કાલિક એક્શન લીધી. તપાસ અધિકારીએ આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટની ગંભીર કલમ અંતર્ગત ફરિયાદ નોંધી કલાકોમાં તેની ધરપકડ કરી લીધો. આરોપીનું મેડિકલ ટેસ્ટ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.(૩૮.૬)
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
