News of Monday, 13th October 2025
પ્રેમિકા સાથે પતિ કરી રહ્યો હતો ખરીદી, પત્ની આવી જતાં બજારમાં હાઇવોલ્ટેજ ડ્રામા
કરવા ચોથ પહેલા ઇન્દોરના રસ્તાઓ પર એક હાઇવોલ્ટેજ ડ્રામા થયો પતિને પત્નીએ તેની ગર્લફ્રેન્ડ સાથે શોપિંગ કરતા રંગે હાથ પકડ્યો

ઇન્દોર તા.૧૩: કરવા ચોથ પહેલા ઇન્દોરના રસ્તાઓ પર એક હાઇવોલ્ટેજ ડ્રામા થયો. પતિને પત્નીએ તેની ગર્લફ્રેન્ડ સાથે શોપિગ કરતા રંગે હાથ પકડ્યો. નંદા નગરના મુખ્ય રસ્તા પર અડધા કલાક સુધી હંગામો અને ગાળમગાળી થતી રહી. પસાર થતા લોકોએ વીડિયો બનાવી વાયરલ કરી દીધો.
મધ્યપ્રદેશના ઇન્દોરમાં કરવા ચોથના એક દિવસ પહેલા ગુરુવારે સાંજે એક હાઇવોલ્ટેજ ફૈમિલી ડ્રામા જોવા મળ્યો. એક માણસ તેની ડોક્ટર ગર્લફ્રેન્ડ સાથે ખરીદી કરવા ગયો હતો ત્યારે તેની પત્ની અચાનક આવી અને પ્રેમિકા સાથે રંગે હાથ પકડી લીધો. આ ઘટના નંદા નગર મેઇન રોડ પર આવેલા ટીન પુલિયા વિસ્તારમાં બની હતી.
જાણકારી અનુસાર અર્બન એડમિનિસ્ટ્રેશન અને ડેવલપમેંટ વિભાગમાં કામ કરતા સંદીપ શમી તેની ડોક્ટર ગર્લફ્રેન્ડ સાથે શોપિગ કરવા ગયો હતો ત્યારે તેની પત્ની અચાનક ત્યા આવી પહોચી અને પતિને પ્રેમિકા સાથે રંગે હાથ પકડી લીધો. જોત જોતામાં રસ્તા પર હંગામો મચવાનું શરૂ થયુ. પત્નીએ પ્રેમિકાને બરાબરની ખરી-ખોટી સંભળાવી અને પતિને સવાલો કરવા લાગી.
આ તમાસો રસ્તા વચ્ચે અડધો કલાક સુધી ચાલુ રહ્યો. આ દરમિયાન આસપાસના લોકો એકઠા થઇ ગયા અને આખી ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. માહિતી મળતાં જ સંદીપનો પરિવાર પણ ઘટનાસ્થળે પહોંચ્યો અને બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો. જોકે મોડી રાત સુધી બંને પક્ષોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ન હતી. પોલીસે વાયરલ વીડિયોની નોંધ લીધી છે અને તપાસ શરૂ કરી છે.(૩૮.૨)
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
