હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 11th October 2025
એરફોર્સ સ્ટેશન જામનગર ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ભાવભીનું સ્વાગત કરાયું
એર કોમોડોર દેવાશિષ કુકરેતી, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીએ રાષ્ટ્રપતિશ્રીને પુષ્પગુચ્છ આપી આવકાર્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. ૧૧ : રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે પધાર્યા છે.તેઓ જગત મંદિર, દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી જામનગર એરફોર્સ સ્ટેશને પહોંચ્યા હતા અને ટૂંકું રોકાણ કર્યું હતું.જ્યાં જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ સહિતના મહાનુભાવોએ માન. રાષ્ટ્રપતિશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
એરફોર્સ સ્ટેશન, જામનગર ખાતે એર કોમોડોર શ્રી દેવાશિષ કુકરેતી, કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, મેયર શ્રી વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર, પોલીસ અધિક્ષક શ્રી રવિ મોહન સૈનીએ રાષ્ટ્રપતિશ્રીને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતાં.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
