તા. ૨૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૨ શનિવાર
બૉયફ્રેન્ડની હત્યાના આરોપમાં મહામંડલેશ્વર રાજસ્થાનમાંથી ઝડપાઈ: શૂટર્સને આપી હતી ₹3 લાખની સોપારી

ઉત્તર પ્રદેશના અલીગઢમાં બૉયફ્રેન્ડની હત્યા કરાવવાના આરોપમાં ફરાર થઈ ગયેલ પૂર્વ મહામંડલેશ્વર ડૉ. અન્નપૂર્ણા ભારતી ઉર્ફે પૂજા શકુન પાંડેની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. અલીગઢ પોલીસે તેના પર ₹૫૦:હજારનું ઈનામ જાહેર કર્યું હતું.
* મહામંડલેશ્વર પૂજા શકુન પાંડે પર તેના બૉયફ્રેન્ડ, ટીવીએસ બાઇક શોરૂમના માલિક અભિષેક ગુપ્તાની હત્યા કરાવવાનો આરોપ છે.
* ૨૬ સપ્ટેમ્બરના રોજ અલીગઢમાં અભિષેક ગુપ્તાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
* પૂજા શકુન પાંડેની અલીગઢ પોલીસે રાજસ્થાનના ભરતપુર જિલ્લાના જયપુર હાઇવે પરથી ધરપકડ કરી છે, જ્યારે તે બસમાં ક્યાંક જઈ રહી હતી. તે હત્યાના ૧૬ દિવસ બાદ ઝડપાઈ છે.
* પોલીસના જણાવ્યા અનુસાર, પૂજા અને અભિષેક વચ્ચે સંબંધો હતા. પૂજા અભિષેકને દૂર જવા દેવા માંગતી ન હતી અને લગ્ન તથા શોરૂમમાં ભાગીદારી માટે તેના પર બ્લેકમેલિંગ કરતી હતી. જ્યારે અભિષેકે તેનાથી અંતર બનાવ્યું, ત્યારે પૂજાએ તેના પતિ અશોક પાંડે સાથે મળીને હત્યાની યોજના બનાવી.
* પૂજા અને તેના પતિ અશોક પાંડેએ શૂટર્સને અભિષેકની હત્યા કરવા માટે ₹૩ લાખની સોપારી આપી હતી. શૂટર્સ અને પૂજાના પતિ અશોક પાંડેની અગાઉ જ ધરપકડ કરવામાં આવી ચૂકી છે.
* હત્યાના આ આરોપો બાદ નિરંજની અખાડાએ પૂજા શકુન પાંડેને મહામંડલેશ્વર પદ પરથી દૂર કરી દીધી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
