<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

શ્રી દ્વારકાધીશ ભગવાન સમક્ષ શીશ ઝૂકાવતા રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મુ

ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍તઃ જામનગર થઇને અમદાવાદ જવા રવાના

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૧૧ :.. આજે  ભારતના રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મુ શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શને આવ્‍યા છે. શ્રી દ્વારકાધીશ ભગવાન સમક્ષ શીશ ઝૂકાવીને રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ધનયતા અનુભવી હતી. દ્વારકાધીશ મંદિરમાં પૂજારી પરિવાર દ્વારા પૂજન-અર્ચન કરાવવામાં આવ્‍યું હતું.

રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના આગમનના પગલે કલેકટર, પ્રાંત, મામલતદાર, પોલીસ, નગરપાલીકા, ફાયર સહિતના વિભાગો સહિત સમગ્ર વહીવટી તંત્રએ દ્વારકામાં રાષ્‍ટ્રપતિના રૂટ અને જગતમંદિર સહિતના મહત્‍વના સ્‍થળો પર સઘન સુરક્ષા વ્‍યવસ્‍થા સાથે ચાંપતો બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે.

 દ્વારકાના રૂક્ષ્મણી મંદિર પાસેના હેલીપેડથી બસ સ્‍ટેશન રોડ, રબારી ગેઈટ, હોસ્‍પીટલ રોડ, સર્કિટ હાઉસ, ઈસ્‍કોન ગેઈટ, સનાતન સેવા મંડલ, હાથી ગેઈટથી જગતમંદિર સુધીના રૂટ પર ચપ્‍પે ચપ્‍પે પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત   છે. જગતમંદિરમાં પૂજારી દ્વારા રાષ્‍ટ્રપતિના આગમન સમયે વિશેષ શણગાર યોજવામાં આવ્‍યો  છે. સમગ્ર રૂટમાં સઘન સફાઈ અભિયાન ચલાવાયું છે અને રોડ રસ્‍તાના નવીનીકરણ તેમજ ફાયર સેફટી સહિતની સુવિધાઓ સઘન બનાવી દેવામાં આવી છે.

શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શન કરીને રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જામનગર ગયા હતાં. અને ત્‍યાંથી અમદાવાદ ગયા હતાં. 

 

(11:32 AM IST)