News of Friday, 10th October 2025
અનંતનાગમાં ગૂમ થયેલ બે કમાન્ડોનો કોઈ પત્તો નથીઃ જબ્બર સર્ચ અભિયાન ચાલુ
જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન ચાલુઃ રાજાૈરીમાં આતંકીઓની શોધ અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં અહલાન ગડોલેના ગાઢ જંગલોમાં ૪ આતંકવાદીઓની હાજરીની માહિતી પર શરૂ કરાયેલા ઓપરેશન દરમિયાન બે આર્મી કમાન્ડો ગુમ થયા છેઃ ઓપરેશનલ ટીમ કિશ્તવાડ રેન્જના દક્ષિણ કાશ્મીરના પહાડોમાં બરફના ભીષણ તોફાન અને વ્હાઈટઆઉટની સ્થિતિમાં ફસાઈ ગઈ જેના પગલે બે સૈનિકો સાથેનો સંચાર તૂટી ગયો છે, જેમનો આચજે ચોથા દિવસે પણ કોઇ પતો નથી.

શ્રીનગર/જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના રાજાૈરી અને અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળોનું આતંકવાદ વિરોધી અને શોધ અભિયાન ચોથા દિવસે પણ જોરશોરથી ચાલુ રહ્યું. રાજાૈરીમાં મંગળવારે સાંજે સુરક્ષા દળો સાથે થયેલી અથડામણ બાદ ફરાર થયેલા આતંકવાદીઓનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી, જ્યારે અનંતનાગમાં સર્ચ ઓપરેશન દરમિયાન ગૂમ થયેલા બે આર્મી કમાન્ડોની પણ શોધખોળ ચાલી રહી છે.
કંડી પોલીસ સ્ટેશન વિસ્તારના બીરન્થૂબ વિસ્તારમાં મંગળવારે સાંજે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો, ત્યારબાદ આતંકવાદીઓ ગાઢ જંગલોનો લાભ લઈને છૂપાઈ ગયા હતા.
મંદિર ગાલા, બીરન્થૂબ, પંજનારા અને સકરી સહિતના મુખ્ય વિસ્તારોને સીલ કરી દેવાયા છે ઝડપી તપાસ માટે ગ્રાઉન્ડ ટીમની મદદ માટે હવાઈ સર્વેલન્સ (ડ્રોન અને હેલિકોપ્ટર) નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજાૈરીના જંગલોમાં ૪ આતંકવાદીઓ છુપાયેલા હોવાની આશંકા છે
અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં અહલાન ગડોલેના ગાઢ જંગલોમાં આતંકવાદીઓની હાજરીની માહિતી પર શરૂ કરાયેલા ઓપરેશન દરમિયાન બે આર્મી કમાન્ડો ગુમ થયા છે. શ્રીનગર સ્થિત આર્મીની ચિનાર કોર દ્વારા એક્સ (અગાઉ ટ્વિટર) પર અપાયેલી માહિતી મુજબ, ઓપરેશનલ ટીમ ૬ અને ૭ ઓક્ટોબરની રાત્રે કિશ્તવાડ રેન્જના દક્ષિણ કાશ્મીરના પહાડોમાં ભીષણ બરફના તોફાન અને વ્હાઈટઆઉટની સ્થિતિમાં ફસાઈ ગઈ હતી, જેના પગલે બે સૈનિકો સાથેનો સંચાર તૂટી ગયો હતો. ગુમ થયેલા આ બંને સૈનિકો એલિટ પેરા યુનિટના કમાન્ડો (સંભવતઃ ૫ પેરા સ્પેશિયલ ફોર્સિસના અગ્નિવીર કમાન્ડો) છે.(૩૮.૧૪)
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
