News of Wednesday, 1st October 2025
ટ્રમ્પના ડાંડિયા ડૂલ! અમેરિકામાં ૭.૫ લાખ સરકારી કર્મચારીઓને વગર પગારે ઘરભેગા
દુનિયા પર રાજ કરનારી અમેરિકી મહાસત્તાને પણ પૈસાની તંગી પડી છે અને તેની પહેલી મોટી અસર નોકરિયાત પર પડી

વોશીંગ્ટન, તા.૧: જગત જમાદાર અમેરિકાને પણ નાણાભીડ નડી છે અને પરિણામે ત્યાં સરકારી શટડાઉન લાગુ પડી ગયું છે. શટડાઉન હેઠળ સરકારે ઈમરજન્સી સિવાયના વિભાગો બંધ કરી દીધાં હોવાથી લગભગ ૭.૫ લાખ કર્મચારીઓને વગર પગાર ઘેર જવાનો વારો આવ્યો છે અને જ્યારે શટડાઉન હટી જશે ત્યારે તેમને ફરી નોકરીએ લેવામાં આવશે.
હકીકતમાં ટ્રમ્પની આગેવાની વાળી રિપબ્લિકન પાર્ટીની સરકાર સંસદમાંથી ફંડિગ બિલ અથવા બજેટ પાસ કરાવી શકી નહોતી. ફંડિગ બિલ પાસ ન થતાં સરકાર પાસે કાયદારીતે એક રૂપિયો પણ હોતો નથી અને આથી સરકારે શટડાઉનની જાહેરાત કરે છે જે હેઠળ ઈમરજન્સી ન હોય તેવી સેવામાં રોકાયેલા કર્મચારીઓને વગર પગાર ઘેર મોકલી દેવાય છે. ટ્રમ્પના બીજા કાર્યકાળના આ શટડાઉનમાં ૭.૫ લાખ કર્મચારીઓને વગર પગારે ઘેર મોકલી દેવાયાં છે જેમાં શિક્ષણ વિભાગના સૌથી વધુ કર્મચારીઓ છે.
છે
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
