News of Tuesday, 30th September 2025
બિહાર ચૂંટણી પહેલાં 'મતદાનનો આધાર' જાહેર! SIR પછી અંતિમ મતદાર યાદી રિલીઝ, EPIC નંબરથી આ EC લિંક પર મતદારોને તાત્કાલિક પોતાનું નામ તપાસવા વિનંતી
SIR પ્રક્રિયા પૂરી: બિહારની અંતિમ મતદાર યાદી થઈ પ્રકાશિત: ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે SIR પ્રક્રિયા હેઠળ જે નામો સામેલ થયા છે, તે તમામને આ યાદીમાં સ્થાન મળ્યું છે

બિહારમાં ચૂંટણી પ્રક્રિયાની તૈયારીઓને વધુ એક મહત્ત્વપૂર્ણ તબક્કો પાર પાડ્યો છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, ચૂંટણી પંચે આખરે અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરી દીધી છે. જે લોકોએ તાજેતરમાં ફોર્મ 6 ભર્યા હતા અથવા ઓળખના પુરાવા આપ્યા હતા, તેમના નામ હવે આ યાદીમાં સામેલ કરી દેવામાં આવ્યા છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી આ અંતિમ યાદી છે, જે આગામી ચૂંટણીઓમાં મતદાનનો આધાર બનશે. તેથી, કોઈપણ મતદાર માટે પોતાનું નામ આ યાદીમાં છે કે નહીં, તે ચકાસવું અનિવાર્ય છે.
બિહાર રાજ્ય ચૂંટણી પંચે મંગળવાર, 30 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી અને મતદારોને તાત્કાલિક પોતાનું નામ તપાસવા વિનંતી કરી છે.
ચકાસણી માટેના મુખ્ય પગલાં:
ચૂંટણી પંચની લિંક: મતદારોએ સીધી રીતે https://voters.eci.gov.in/ લિંક પર ક્લિક કરવું.
EPIC નંબરનો ઉપયોગ: આ લિંક પર જઈને તમે તમારો EPIC નંબર (મતદાર ઓળખ કાર્ડ નંબર) દાખલ કરીને મતદાર યાદીમાં તમારું નામ અને અન્ય વિગતો સરળતાથી ચકાસી શકો છો.
ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે SIR પ્રક્રિયા હેઠળ જે નામો સામેલ થયા છે, તે તમામને આ યાદીમાં સ્થાન મળ્યું છે. તમારો મત આપવાનો અધિકાર અકબંધ રહે તે માટે, બિહારના તમામ મતદારોને આ લિંક પર જઈને પોતાનું નામ તરત ચકાસી લેવા વિનંતી છે.
(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
