News of Tuesday, 30th September 2025
મુંબઈ હૂમલા પછી અમેરિકાએ અમારા હાથ બાંધી દીધા'તા
અમેરિકાએ કહયુ હતુ કે પાકિસ્તાન ઉપર હૂમલો નહી કરતા એટલે અમે કોઈ એકશન ન લીધા કોંગી નેતા પી.ચિદમ્બરમની સ્ફોટક કબુલાતઃ ભાજપને ભાવતુ મળી ગયું: કર્યા તીખા પ્રહારો

નવી દિલ્હી, તા.૩૦: વર્ષો પછી, મુંબઈ હુમલા અંગે એક મોટો ખુલાસો થયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે સ્વીકાર્યું છે કે યુપીએ સરકારે અમેરિકાના દબાણને કારણે મુંબઈ હુમલા પછી પાકિસ્તાન સામે બદલો લેવાની કાર્યવાહી કરી ન હતી. તેમણે સમજાવ્યું કે યુપીએ સરકારે ૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલા પછી આંતરરાષ્ટ્રીય દબાણ, ખાસ કરીને અમેરિકા અને વિદેશ મંત્રાલયની સલાહને કારણે પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરી ન હતી. પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે બદલો લેવાનો વિચાર તેમના મગજમાં આવ્યો હતો, પરંતુ સરકારે લશ્કરી કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો હતો.
એક ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં પી. ચિદમ્બરમે કહ્યું હતું કે, આખી દુનિયા દિલ્હી પર ઉતરી ગઈ હતી, અમને યુદ્ધ શરૂ ન કરવા વિનંતી કરી હતી. હુમલાઓ પર આંતરરાષ્ટ્રીય સમુદાયની પ્રતિક્રિયાને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે, મુંબઈ હુમલાના બે-ત્રણ દિવસ પછી તત્કાલીન યુએસ વિદેશ મંત્રી કોન્ડોલીઝા રાઈસ મારી અને વડા પ્રધાનને મળવા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કળપા કરીને બદલો ન લો. રાઈસે સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારતે બદલો ન લેવો જોઈએ. મેં જવાબ આપ્યો હતો કે તે સરકારનો નિર્ણય હશે. કોઈપણ સત્તાવાર રહસ્યો તોડ્યા વિના, હું સ્વીકારું છું કે મારા મગજમાં કોઈ બદલો લેવાની કાર્યવાહીનો વિચાર આવ્યો હતો.
પી. ચિદમ્બરમે ખુલાસો કર્યો કે હુમલા પછી, સરકારમાં આ મુદ્દા પર વ્યાપક ચર્ચા થઈ હતી. તેમણે વડા પ્રધાન અને અન્ય મુખ્ય અધિકારીઓ સાથે સંભવિત બદલો લેવાના પગલાંની ચર્ચા કરી હતી. વડા પ્રધાન હુમલા દરમિયાન પણ આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા હતા. જોકે, વિદેશ મંત્રાલય અને ભારતીય વિદેશ સેવાના પ્રભાવ હેઠળ, કોઈ લશ્કરી કાર્યવાહી નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
હકીકતમાં, મુંબઈ હુમલો ૨૬ નવેમ્બર, ૨૦૦૮ ના રોજ થયો હતો. પાકિસ્તાનના દસ આતંકવાદીઓએ મુંબઈને વર્ચ્યુઅલ રીતે બંધક બનાવ્યું હતું અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ઓબેરોય ટ્રાઇડેન્ટ, તાજમહેલ પેલેસ અને ટાવર હોટેલ, લિયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ અને નરીમન હાઉસ જેવા સ્થળો પર હુમલો કર્યો હતો. ૨૯ નવેમ્બર સુધી ચાલેલા આ હુમલામાં વિદેશી નાગરિકો સહિત ૧૬૬ લોકો માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ નવ આતંકવાદીઓને ઠાર કર્યા હતા, જ્યારે એકમાત્ર જીવિત આતંકવાદી અજમલ કસાબને ૨૦૧૨ માં ફાંસી આપવામાં આવી હતી. આ હુમલા બાદ, તત્કાલીન ગળહમંત્રી શિવરાજ પાટીલે સુરક્ષામાં ખામીની નૈતિક જવાબદારી લેતા રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ, પી. ચિદમ્બરમને નાણા મંત્રાલયમાંથી ગળહ મંત્રાલયમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ચિદમ્બરમે જણાવ્યું હતું કે તેઓ આ ફેરફારથી નાખુશ હતા.
તેમણે કહ્યું, વડાપ્રધાનએ મને ફોન કરીને કહ્યું હતું કે આ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનો સામૂહિક નિર્ણય છે. હું નાણા મંત્રાલય છોડવા માંગતો ન હતો કારણ કે મેં પાંચ બજેટ રજૂ કર્યા હતા અને એક વર્ષ પછી ચૂંટણીઓ થવાની હતી. જોકે, ચિદમ્બરમનો આ સ્વીકાર ભાજપમાં કોઈને પણ ગમ્યો નહીં. કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું કે દેશ પહેલાથી જ જાણતો હતો કે મુંબઈ હુમલાનો કેસ વિદેશી શક્તિઓના દબાણને કારણે ખોટી રીતે હાથ ધરવામાં આવ્યો હતો.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
