News of Wednesday, 24th September 2025
મહત્વના સમાચાર ઝડપભેર વાંચી જાઓ

* ૧૫/૯/૨૪ના રોજ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર અને હાલના અમેરિકી પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરનાર રયાન રૂથને અમેરિકાની અદાલતે દોષિત જાહેર કર્યો, આજીવન કેદની સજાની સંભાવના, તેના ઉપર અનેક ગુન્હાઓ, અમેરિકી સિક્રેટ સર્વિસના એક એજન્ટે વૃક્ષોની ઝાડિયોમાંથી એક રાયફલની નળી બહાર નીકળતા જોઈ અને આરોપીને વીજળી ઝડપે નજીકમાંથી જ પકડી લીધેલ
* પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, યુરોપીય સંઘ અને નાટોના સમર્થન સાથે, રશિયાના કબજાવાળા વિસ્તારો યુક્રેન ફરી પાછા મેળવી શકે છે, આ વિસ્તારો રશિયન લશ્કરે કબજે કર્યા છે. ટ્રમ્પે રશિયાના યુદ્ધના પ્રયાસોને લક્ષ્યહિન દર્શાવેલ
* દક્ષિણ અમેરિકાના પેરુ રાષ્ટ્રના દક્ષિણ કિનારા ઉપર ૫.૬ રિક્ટર સ્કેલનો ભારે ભુકંપ આવ્યો છે
* યુએસએ ક્રિકેટ બોર્ડ દ્વારા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ – આઈસીસીના બંધારણની જોગવાઈઓ અને જવાબદારીઓની સતત અવગણનાને કારણે આઈસીસીએ તાત્કાલિક અસરથી યુએસએ ક્રિકેટ બોર્ડનું સભ્યપદ રદ કરી નાખ્યું છે
* પાકિસ્તાનને સતત સમર્થન આપી રહેલા તુર્કિએ યુનોમાં કાશ્મીરનો રાગ આલાપીને તેના પ્રેસિડેન્ટ એર્ડોગને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે કાશ્મીરના આપણા ભાઈઓ અને બહેનોના હિતમાં, યુનોના ઠરાવોના આધારે, મંત્રણા દ્વારા, કાશ્મીર મુદ્દો ઉકેલાઈ જશે તેમ હું માનું છું
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
