News of Monday, 22nd September 2025
પતંજલિની મોટી જાહેરાતઃ ઘી, તેલ, બિસ્કિટ સહિતની વસ્તુઓના ભાવમાં ઘટાડો
GST ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપીને, પતંજલિ ફૂડ્સે સરકારના સસ્તા પોષણ, આરોગ્ય અને મૂલ્ય-આધારિત વિકલ્પના સંકલ્પને વધુ મજબૂત કર્યોઃ પતંજલિ

નવી દિલ્હી,તા.૨૨: આજથી દેશમાં જીએસટી ૨.૦ની શરૂઆત થવા જઈ રહી છે અને હવે માત્ર ૫% અને ૧૮%ના બે ટેક્સ સ્લેબ રહેશે. ૧૨% અને ૨૮%ના જીએસટી સ્લેબને નાબૂદ કરવામાં આવ્યા છે, અને તેમાં આવતી મોટાભાગની વસ્તુઓ આ બે કેટેગરીમાં સામેલ થઈ જશે, જેનાથી તેની કિંમતો ઘટશે. ૨૨ સપ્ટેમ્બર પહેલાં જ જીએસટી સુધારણાની દિશામાં પગલાં લેતાં, ઘણી કંપનીઓએ પોતાની પ્રોડક્ટ્સની કિંમતો ઘટાડી દીધી છે. આ યાદીમાં હવે યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ પણ જોડાઈ ગઈ છે, જેણે રવિવારે પોતાની તમામ પ્રોડક્ટ્સની MRPમાં ઘટાડો કરવાની મોટી જાહેરાત કરી છે. એટલે કે, સોમવારથી પતંજલિના ઘીથી લઈને તેલ અને શેમ્પૂ સુધી બધું સસ્તું થઈ જશે.
પતંજલિ ફૂડ્સ લિમિટેડે સરકારના તાજેતરના જીએસટી સુધારણાને અનુરૂપ, પોતાના પ્રોડક્ટ પોર્ટફોલિયોના મહત્તમ રિટેલ ભાવ (એમઆરપી)માં વ્યાપક ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ પ્રોડક્ટ્સમાં ફૂડ અને નોન-ફૂડ બંને કેટેગરીનો સમાવેશ થાય છે. કંપનીએ જણાવ્યું છે કે, જીએસટી ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપીને, પતંજલિ ફૂડ્સે સરકારના સસ્તા પોષણ, આરોગ્ય અને મૂલ્ય-આધારિત વિકલ્પના સંકલ્પને વધુ મજબૂત કર્યો છે. કંપનીએ જે પ્રોડક્ટ્સના નવા ભાવ જાહેર કર્યા છે, તેમાં નીચે મુજબ છે.
ન્યૂટ્રેલા સોયા પ્રોડક્ટ્સ
- ન્યૂટ્રેલા ચંક્સ, મિની ચંક્સ અને ગ્રેન્યુલ્સ (૧ કિલો પેક): રૂ.૨૧૦ (જૂનો ભાવ)- રૂ.૧૯૦ (નવો ભાવ) સંબંધિત સમાચાર માત્ર ૧ વર્ષમાં જ ૫૦ કરોડ રૂપિયા કમાઈ ગયો આ વ્યક્તિ, અમીર બનવાનું રહસ્ય પણ જણાવી દીધું!
વિચિત્ર સફેદ ટનલનો ઇતિહાસ, ક્યારેક ગાંજાની ખેતી માટે, તો ક્યારેક વિશ્વયુદ્ધના કેદીઓ માટે, ૫૦ વર્ષથી છે બંધ!
૨૨ સપ્ટેમ્બરથી સસ્તા થશે LPG સિલિન્ડર? જીએસટી માં ઘટાડા બાદ ભાવ ઘટી જશે? જાણી લો જવાબ
બોલિવૂડની એ એક્ટ્રેસ, જે ૪ વાર પ્રેમમાં પડી, આજે ૫૦ વર્ષની ઉંમરે પણ જીવનમાં એકલી
- ન્યૂટ્રેલા ચંક્સ, મિની ચંક્સ અને ગ્રેન્યુલ્સ (૨૦૦ ગ્રામ પેક): રૂ.૫૦ - રૂ.૪૭, સોયમ ચંક્સ, મિની ચંક્સ અને ગ્રેન્યુલ્સ (૧ કિલો પેક): રૂ.૧૫૦ - રૂ.૧૪૦, સોયમ ૨૦૦ ગ્રામ પેક રેન્જઃ રૂ.૬૦ - રૂ.૫૭
આ સાથે, ૪૫ ગ્રામ અને ૮૦ ગ્રામના ટ્રાયલ પેક હાલના મહત્તમ રિટેલ ભાવે જ ઉપલબ્ધ રહેશે, જોકે, તેની માત્રામાં વધારો કરવામાં આવ્યો છે.
બિસ્કિટ અને કૂકીઝ
દૂધ બિસ્કિટ (૩૫ ગ્રામ): રૂ.૫.૦૦ - રૂ.૪.૫૦, દૂધ બિસ્કિટ (૭૦ ગ્રામ): રૂ.૧૦.૦૦ - રૂ.૯.૦૦, કુરકુરે નારિયેળ કૂકીઝ (૪૦ ગ્રામ): રૂ.૫.૦૦ - રૂ.૪.૫૦, આરોગ્ય બિસ્કિટ (૭૫ ગ્રામ): રૂ.૧૦.૦૦ - રૂ.૯.૦૦, ક્રીમફીસ્ટ ચોકલેટ બિસ્કિટ (૩૫ ગ્રામ): રૂ.૫.૦૦ - રૂ.૪.૫૦, બટર કૂકીઝ (૩૫ ગ્રામ): રૂ.૫.૦૦ - રૂ.૪.૫૦, મેરી બિસ્કિટ (૨૨૫ ગ્રામ): રૂ.૩૦.૦૦ - રૂ.૨૭.૦૦, મેરી બિસ્કિટ (૭૦ ગ્રામ): રૂ.૧૦.૦૦ - રૂ.૯.૦૦, નારિયેળ બિસ્કિટ (૬૮ ગ્રામ): રૂ.૧૦.૦૦ - રૂ.૯.૦૦
ઓરલ કેર (દંત કાંતિ રેન્જ)
દંત કાંતિ પ્રાકૃતિક ટૂથપેસ્ટ ૨૦૦ ગ્રામઃ રૂ.૧૨૦ - રૂ.૧૦૬, દંત કાંતિ ડી.સી. એડવાન્સ ૧૦૦ ગ્રામઃ રૂ.૯૦ - રૂ.૮૦, દંત કાંતિ મેડિકેટેડ ઓરલ જેલ ૧૦૦ ગ્રામઃ રૂ.૪૫ - રૂ.૪૦
હેર કેર (કેશ કાંતિ રેન્જ)
કેશ કાંતિ આમળા હેર ઓઇલ ૧૦૦ મિલીઃ રૂ.૪૮ - રૂ.૪૨, કેશ કાંતિ હેર ક્લીન્ઝર (પ્રાકૃતિક, અરીઠા, એલોવેરા, શિકાકાઈ, સિલ્ક એન્ડ શાઇન): રૂ.૧૨૦ - રૂ.૧૦૬, કેશ કાંતિ હેર ક્લીન્ઝર નેચરલ ૧૮૦ મિલીઃ રૂ.૧૦૦ - રૂ.૮૯
હેલ્થ-વેલનેસ પ્રોડક્ટ્સ
આંમળા જ્યુસ ૧૦૦૦ મિલીઃ રૂ.૧૫૦ - રૂ.૧૪૦, ગિલોય જ્યુસ ૫૦૦ મિલીઃ રૂ.૯૦ - રૂ.૮૪, કારેલા જામુન જ્યુસ ૫૦૦ મિલીઃદ રૂ.૧૫૦ - રૂ.૧૪૦, બદામ પાક ૫૦૦ ગ્રામઃ રૂ.૨૭૫ - રૂ.૨૫૭, સ્પેશિયલ ચ્યવનપ્રાશ ૧ કિલોઃ રૂ.૩૬૦ - રૂ.૩૩૭
પતંજલિ ઘી
ગાયનું ઘી ૯૦૦ મિલીઃ રૂ.૭૮૦ - રૂ.૭૩૧, ગાયનું ઘી ૪૫૦ મિલીઃ રૂ.૪૨૦ - રૂ.૩૯૩, બોડી ક્લીન્ઝર પ્રોડક્ટ, નીમ કાંતિ બોડી ક્લીન્ઝર ૭૫ ગ્રામઃ રૂ.૨૫ - રૂ.૨૨, એલોવેરા/લીમડો/હળદર બોડી ક્લીન્ઝર ૪૫ ગ્રામઃ રૂ.૧૦ - રૂ.૯.(૪૦.૯)
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
