News of Monday, 22nd September 2025
પતિ સમાધાન કરવા માટે પત્ની પાસે આવ્યો વધારે ભાવ ખાતા રોડ પર ઢસડી
સંબંધને આજકાલ લોકો રમકડાંની માફક સમજી રહ્યા છે. ચારે તરફ સંબંધમાં અવિશ્વાસ દેખાઈ રહ્યો છે. લોકો આરામથી સંબંધ ખતમ કરી આગળ વધવાની કોશિશમાં લાગેલા રહે છે, પણ કહેવાય છે ને કે સંબંધને તોડવો આસાન નથી હોતો ખાસ કરીને પતિ-પત્નીનો સંબંધ

બાલાસોર તા.૨૨: સંબંધને આજકાલ લોકો રમકડાંની માફક સમજી રહ્યા છે. ચારે તરફ સંબંધમાં અવિશ્વાસ દેખાઈ રહ્યો છે. લોકો આરામથી સંબંધ ખતમ કરી આગળ વધવાની કોશિશમાં લાગેલા રહે છે, પણ કહેવાય છે ને કે સંબંધને તોડવો આસાન નથી હોતો, ખાસ કરીને પતિ-પત્નીનો સંબંધ. આ સંબંધમાં ઝઘડા પણ ખૂબ જ થાય છે અને રીસામણાં-મનામણા પણ ખૂબ થાય છે.
ઓડિશાની આવી જ એક કહાની સામે આવી છે, પણ મનામણાની જગ્યાએ તેમાં ખતરનાક વળાંક આવી ગયો. બાલાસોર જિલ્લામાં એક શખ્ત પોતાની પત્ની સાથે ઝઘડા બાદ સમાધાન કરવા માટે ૧૭૫ કિમી દૂર કટકથી બાલાસોર પહોંચ્યો હતો. પણ વાતચીત દરમ્યાન મામલો એટલો બગડી ગયો કે તેણે પત્ની પર ચાકૂથી હુમલો કરી દીધો. ગંભીર રીતે ઘાયલ મહિલા હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ગુરુવાર બપોરની છે. આરોપીની ઓળખ શેખ અમઝદ તરીકે થઈ છે. તે પોતાની પત્નીથી લાંબા સમયથી અલગ રહેતો હતો. જ્યારે બંનેની મુલાકાત રોડ પર થઈ તો અમઝદ પહેલા તો વાત કરતો રહ્યો, પણ અચાનક તેણે ચાકૂ કાઢી પત્નીનું ગળું કાપવાની કોશિશ કરી. આ ઘટના ત્યાં હાજર લોકોએ મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અમઝદ પહેલા પોતાની પત્ની સાથે વાત કરી રહ્યો હતો અને ઘણી વાર તેનો ચહેરો પકડી તેને ખેંચી રહ્યો હતો. અચાનક તેણે મહિલાને રોડ પર ઢસડી અને ચાકૂથી હુમલો કરી દીધો. આ દરમ્યાન ત્યાં હાજર લોકો ખેંચતા રહ્યા અને અફરાતફરી મચી ગઈ.
ઘાયલ મહિલાને સ્થાનિક લોકોએ તરત બાલાસોર જિલ્લા મુખ્યાલય હોસ્પિટલે પહોંચાડી. ડોક્ટર્સે તેની હાલત ગંભીર જણાવતા સારવાર શરુ કરી દીધી. પણ વધારે લોહી વહી જતાં અને ગંભીર ઈજાના કારણે તેને કટકની SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રેફર કરી દીધો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
આ હુમલા બાદ આરોપી ઘટનાસ્થળેથી ભાગવાની કોશિશ કરી રહ્યો હતો, પણ ત્યાં હાજર લોકોએ તેને પકડી લીધો. ભીડે તેને પોલીસના હવાલે કરી દીધો. હાલમાં આરોપીની પૂછપરછ થઈ રહી છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.(૩૮.૨)
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
