તા. ૫ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૦ સોમવાર
News of Monday, 15th September 2025
સ્ત્રી પાસેથી ૨૫-૨૫ બાળકો પેદા કરાવીને પછી તલાક આપી દેવા
‘વિવાદિત' રામભદ્રાચાર્યએ આપ્યું મુસ્લિમ વિરોધી નિવેદન

મેરઠ, તા.૧૫: મેરઠના વિક્ટોરિયા પાર્કમાં ચાલી રહેલી રામ કથા દરમિયાન સ્વામી રામભદ્રાચાર્યએ મહિલાઓ અને શિક્ષણ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઇસ્લામ પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે, ઇસ્લામમાં મહિલાઓને તકલીફ પડે છે. સ્વામીએ કહ્યું કે, હિન્દુ ધર્મ એકમાત્ર ધર્મ છે, જ્યાં મહિલાઓને દેવી કહેવામાં આવે છે, જ્યારે અન્ય ધર્મોમાં તેમને બેબી અથવા બીબી કહેવામાં આવે છે.
ઇસ્લામ પર ટિપ્પણી કરતા સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું કે, ઇસ્લામમાં મહિલાઓને દુર્ગતિ પડે છે. આવું બીજે કયાંય જોવા મળતું નથી. દરેકસ્ત્રી પાસેથી ૨૫પ્ર૨૫ બાળકો પેદા કરાવવા અને પછી વળદ્ધ થાય ત્યારે તેમને ત્રણ વાર તલાક તલાક તલાક આપીને ત્યજી દેવામાં આવે છે. ‘યૂઝ એન્ડ થ્રો' જેવી બાબતો જોવા મળે છે. તેમણે દાવો કર્યો હતો કે, હિન્દુ પરંપરામાં આવું નથી અને અહીં માતાને પિતા કરતાં ઉચ્ચ દરજ્જો આપવામાં આવે છે. સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું હતું કે, વધુ બાળકો પેદા કરીને વ્યક્તિ નર્કમાં પહોંચે છે. ૨ થી ૩ બાળકો હોવા જોઈએ. ત્રણેય દીકરીઓ હોય ,કે દીકરા, બાળકોને સંસ્કારી બનાવો. બાળકોના શિક્ષણ પર બોલતા સ્વામીએ કહ્યું હતું કે, માતાપિતાએ તેમના બાળકોને કોન્વેન્ટ, મદરેસા ન મોકલવા જોઈએ, પરંતુ તેમને સાંસ્કળતિક આદર્શો સાથે જોડવા માટે સરસ્વતી વિદ્યાલયમાં શિક્ષિત કરવા જોઈએ.
સ્વામી રામભદ્રાચાર્યના નિવેદન પર વિવાદઃ આ પહેલી વાર નથી, જ્યારે સ્વામી રામભદ્રાચાર્યનું નિવેદન ચર્ચામાં આવ્યું હોય. બે દિવસ પહેલા જ તેમણે પશ્ચિમ ઉત્તર પ્રદેશને ‘મીની પાકિસ્તાન' ગણાવીને હિન્દુઓને અવાજ ઉઠાવવાની અપીલ કરી હતી. તેમના નિવેદન પર ઘણો વિવાદ થયો હતો. સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ ડૉ. એસ.ટી. હસને તેમના નિવેદનની આકરી ટીકા કરી હતી. તેમણે તેને માત્ર મુસ્લિમો માટે જ નહીં, પરંતુ સમગ્ર પશ્ચિમ ઉત્તર પ્રદેશનું અપમાન ગણાવ્યું હતું. સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું હતું કે, આજે હિન્દુઓ ખૂબ મુશ્કેલીમાં છે. હિન્દુ ધર્મને તેના પોતાના દેશમાં પૂરતો ન્યાય મળી રહ્યો નથી. પ?મિ ઉત્તર પ્રદેશમાં આવીને એવું લાગે છે કે, તે એક મીની પાકિસ્તાન છે. હવે આપણે અવાજ ઉઠાવવો પડશે, આપણે ગમે તે થાય, આવું થવા દઈશું નહીં. તેથી, હવે દરેક ઘરમાં હિન્દુ ધર્મની એક શાળા બનાવવી પડશે. દરેક માતાપિતાએ તેમના બાળકોને હિન્દુ ધર્મ શીખવવો પડશે. સનાતન ધર્મ એકમાત્ર ધર્મ છે, જ્યાં વસુધૈવ કુટુંબકમ કહેવામાં આવે છે. આપણે સમગ્ર વસુધૈવને એક પરિવાર માનીએ છીએ.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
