News of Friday, 12th September 2025
ED ના દરોડામાં પોર્શ, BMW, રેન્જ રોવર, મર્સિડીઝ જેવા 7 લક્ઝરી વાહનો અને 70 લાખ રોકડા અને FD જપ્ત
EDનું પણજી ઝોનલ ઓફિસે 13 રહેણાંક અને વાણિજ્યિક પરિસરમાં સર્ચ ઓપરેશન: લગભગ 72 લાખ રૂપિયા રોકડા, 7 હાઇ-એન્ડ લક્ઝરી વાહનો જપ્ત કરાયા

નવી દિલ્હી :એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 9 અને 10 સપ્ટેમ્બર 2025 ના રોજ ગોવા અને હૈદરાબાદમાં યશવંત સાવંત અને અન્ય લોકો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ દરોડા પાડ્યા હતા. આ દરોડા સમુદાયની જમીન પર ગેરકાયદેસર કબજા સાથે સંબંધિત હતા.
EDના પણજી ઝોનલ ઓફિસે 13 રહેણાંક અને વાણિજ્યિક જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા અને લગભગ 72 લાખ રૂપિયાની રોકડ અને 7 હાઇ-એન્ડ લક્ઝરી વાહનો જપ્ત કર્યા હતા. આ વાહનોમાં પોર્શ કેમેન, BMW 650 L, રેન્જ રોવર, મર્સિડીઝ-બેન્ઝ, BMW M5 અને Audi A6નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, આરોપીઓના ઘણા બેંક ખાતા અને ફિક્સ ડિપોઝીટ પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું કે આરોપીઓએ નકલી દસ્તાવેજોની મદદથી અંજુના અને આસગાંવ જેવા મુખ્ય વિસ્તારોમાં 3.5 લાખ ચોરસ મીટરથી વધુ જમીન પોતાના નામે મેળવી હતી
આ ગેરકાયદેસર કબજાની કુલ બજાર કિંમત આશરે ૧૨૦૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. કેટલાક ભાગો વેચીને કરોડો રૂપિયાની કમાણી થઈ છે EDનું કહેવું છે કે આ તપાસ હજુ પણ ચાલુ છે અને તેમાં ગોવામાં જમીન હડપ કરવાના મોટા નેટવર્કનો ખુલાસો થવાની શક્યતા છે. ગોવા પોલીસે નોંધેલી FIRના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
