News of Friday, 12th September 2025
વડાપ્રધાન મોદી અને તેમના દિવંગત માતાના AI વિડીયોને લઈને રાજકીય વિવાદ : ભાજપે કોંગ્રેસ પર રાજનીતિનું સ્તર નીચું લાવવાનો આરોપ લગાવ્યો : જુઓ વિડિયો
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા AI જનરેટેડ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરાયો : ભાજપના નેતાઓએ વિડીયોને 'શરમજનક' ગણાવીને કોંગ્રેસની આકરી ટીકા કરી

https://x.com/INCBihar/status/1965757886778511475
પટના: બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના દિવંગત માતા વિશે કોંગ્રેસ દ્વારા એક AI જનરેટેડ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતા મોટો રાજકીય વિવાદ ઊભો થયો છે. આ વિડીયોને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP)એ કોંગ્રેસ પર નીચા સ્તરની રાજનીતિ કરવાનો અને તમામ હદો પાર કરવાનો આરોપ લગાવ્યો છે.
આ વિડીયો બિહાર કોંગ્રેસે ‘સાહેબના સપનામાં આવ્યા ‘મા’ના શીર્ષક હેઠળ શેર કર્યો છે. વિડીયોમાં વડાપ્રધાન મોદીના સપનામાં તેમના દિવંગત માતા આવીને તેમને બિહાર વિધાનસભા ચૂંટણીમાં પોતાના નામનો ઉપયોગ કરવા બદલ ઠપકો આપતા જોવા મળે છે. વિડીયોમાં માતાનું પાત્ર વડાપ્રધાનને કહે છે, “અરે બેટા, પહેલા તેં મને નોટબંધીની લાંબી લાઇનોમાં ઊભી રાખી, મારા પગ ધોવાનો રીલ બનાવ્યો અને હવે બિહારમાં મારા નામે રાજકારણ કરી રહ્યો છે. મારા અપમાનના બેનર-પોસ્ટર છપાવી રહ્યો છે. તું ફરીથી બિહારમાં નાટક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. રાજકારણના નામે કેટલો નીચે ઉતરીશ?” આ પછી વડાપ્રધાનની ઊંઘ તૂટતી બતાવવામાં આવી છે.
ભાજપનો આક્રોશ:
આ વિડીયો પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સૈયદ શાહનવાઝ હુસૈને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, “કોંગ્રેસ બેશરમ બની ગઈ છે. તેઓ નીચા આચરણથી બાજ આવતા નથી. એક તરફ, તેઓ રાષ્ટ્રીય ધ્વજની પૃષ્ઠભૂમિમાં વડાપ્રધાનને ગાળો આપે છે અને બીજી તરફ માફી માંગવાને બદલે, તેને યોગ્ય ઠેરવવા માટે વિડીયો રજૂ કરે છે. તેઓ વડાપ્રધાન મોદી અને તેમના માતા તેમજ દેશની મહિલાઓનું અપમાન કરી રહ્યા છે. આ નીચા આચરણથી સમગ્ર બિહાર અને દેશમાં આક્રોશ છે, જેનો જવાબ કોંગ્રેસને મળશે.”
બિહારના ઉપમુખ્યમંત્રી વિજય કુમાર સિન્હાએ પણ આ વિડીયો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “બિહાર કોંગ્રેસ બિહારની સંસ્કૃતિ અને સંસ્કારોથી દૂર જઈ ચૂકી છે. આ અરાજકતાનું પ્રતીક છે. આ પ્રકારની માનસિકતા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારમાં ક્યારેય સ્વીકાર્ય નહીં હોય. આનો જવાબ જનતા આપશે અને તેમને પાઠ ભણાવશે.”
ઉલ્લેખનીય છે કે, આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે બિહારમાં જ તાજેતરમાં એક જાહેરસભામાં વડાપ્રધાન મોદીના માતાને ગાળો આપવાનો વિવાદ ચાલી રહ્યો છે. આ ઘટના પર વડાપ્રધાને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, "મારા માતાનું અપમાન બિહારની દરેક બહેન-માતાનું અપમાન છે."
#WATCH बिहार कांग्रेस द्वारा पोस्ट किए गए AI-जनरेटेड वीडियो, जिसमें कथित तौर पर प्रधानमंत्री मोदी और उनकी दिवंगत मां जैसे दो किरदार दिखाई दे रहे हैं उस पर भाजपा के राष्ट्रीय प्रवक्ता सैयद शाहनवाज हुसैन ने कहा, "कांग्रेस बेशर्मी से बाज नहीं आ रही है। वे ओछे आचरण से भी बाज नहीं आ… pic.twitter.com/8QfcIjLXou
— ANI_HindiNews (@AHindinews) September 12, 2025
(12:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
