News of Friday, 12th September 2025
‘‘આપ''ની વિદ્યાર્થી પાંખના યુવાનો ગુજરાતમાં ચૂંટણી લડશે : ઇસુદાન ગઢવી
રાજનીતિ ગંદી વસ્તુ છે તેમ કહીને રાજનીતિમાં એન્ટ્રી નથી અપાતીઃ વિદ્યાર્થી પાંખનું ‘‘આપ'' ના પ્રદેશ પ્રમુખના હસ્તે લોન્ચીંગ

રાજકોટ, તા.૧૧: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવી આજે રાજકોટ ખાતે CYSS ને નવા નામ ASAP તરીકે લોન્ચ કરવા માટે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ફ્રન્ટલ સંગઠન મહામંત્રી સામત ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ, શિક્ષણ શેલ પ્રદેશ પ્રમુખ જીતુ ઉપાધ્યાય, તેજસભાઇ ગાજીપરા, રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી, વિધાર્થી નેતા ધાર્મિક માથુકિયા, સુરજ બગડા, કેયુર દેસાઇ, પ્રણવ ગઢવી, સહિત પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા.આ કાર્યક્રમમાં ABVP, ભાજપ અને કોંગ્રેસમાંથી કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જે તમામનું ઈસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. ABVPમાંથી તક્ષ પટેલ, વાસુ કોરાટ, નીર વિરાણી,માનવ ડોબરિયા, અભિષેક ટાંક, નિલેશ સોહેલિયા, શાહિદ અન્સારી, સુલતાન ભાઈ જાફરાની ASAP માં જોડાયા હતા. કોંગ્રેસમાંથી જીલ્લા પ્રવક્તા વિક્રમભાઇ ઠાકર જ્યારે ભાજપમાંથી રાજકોટ પ્રમુખ દિવ્યાબેન દવે, જયરામ જોગરાના, તેજસ મિસ્ત્રી, પ્રિયંક આરદેસણા, વિશાલ માંડલિયા, કેતન ભાઈ, શીતલ મિસ્ત્રી, મહેશ સંભાળ, મનીષાબા આડરેસના, દિપાલી મહેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
