તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Tuesday, 9th September 2025
જીએસટીની બાકી રકમની વસૂલાત માટે સીજીએસટી દ્વારા ટાસ્કફોર્સની રચના
જીએસટી લાગુ થયાને આઠ વર્ષ વિત્યા તેમાં કરોડોની વસૂલાત બાકી

મુંબઈ,તા.૦૯: જીએસટી વસુલાત કરવા માટે હવે સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓએ ટાસ્કફોર્સની રચના કરી છે. તેઓ દ્વારા જીએસટી લાગુ થયા બાદ અત્યાર સુધીમાં જે પણ કેસમાં જીએસટીની વસુલાત બાકી છે તે માટે ઝડપથી નાણા સરકારને મળી શકે તે માટેની કામગીરી કરવાના છે.
જીએસટી લાગુ થયાને આઠ વર્ષનો સમયગાળો વિતી ગયો છે. તે દરમિયાન કરોડો રુપિયાની વસુલાત કરવાની બાકી હોવાના કારણે ટાસ્કફોર્સ બનાવવામાં આવ્યું છે. આ ટીમમાં રહેલા અધિકારીઓ દ્વારા જીએસટીની વસુલાતની કામગીરી પર જ ભાર મુકવાનો રહેશે. તેમાં પણ જે કેસમાં ઝડપથી નાણા વસુલ કરી શકાય તેવા કેસને પ્રાધાન્ય આપીને નાણાની વસુલાત કરવામાં આવશે. તે સિવાયના કેસમાં પણ કેવી રીતે નાણાની રીકવરી કરી શકાય, તે માટે કયા કારણોના લીધે નાણા આવતા નથી. વેપારીઓ પાસે બાકી રહેલો જીએસટી વસુલાત કરવા માટે શું કરવાનું રહેશે તે સહિતની બાબતોની ચર્ચા વિચારણા કરીને આગળની કાર્યવાહી કરવામાં આવનાર હોવાની વિગતો જાણવા મળી છે. આ ઉપરાંત જે કેસમાં કોર્ટ કાર્યવાહી ચાલી રહી હોય તેવા કેસને અલગ તારવવામાં આવનાર છે.
તે સિવાયના કેસમાં નાણાકીય વસુલાત કરવા માટે વખતો વખત નોટીસ આપવામાં આવી હોવા છતાં નાણા ભરપાઈ કરવામાં અખાડા કરવામાં આવતા હોય તેઓના બેંક એકાઉન્ટ સીલ કરવામાં આવશે. ત્યાર બાદ પણ નાણાં ભરપાઈ કરવામાં નહી આવે તો તેઓની મિલકત પણ બોજો પાડવાની પણ કાર્યવાહી કરવામાં આવનાર છે. જેથી આગામી દિવસોમાં સેન્ટ્રલ જીએસટી દ્વારા જીએસટીની બાકી વસુલાત કડક રીતે વસુલ કરવા માટેની કામગીરી કરવાની છે.
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
