News of Tuesday, 9th September 2025
સત્યનારાયણની કથા માટે કર્મચારીએ જાહેર કર્યો સરકારી ‘પરીપત્ર'
મધ્ય પ્રદેશમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

ભોપાલ,તા.૦૯: મધ્ય પ્રદેશમાંથી એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો, મધ્ય પ્રદેશમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો પીડબ્લ્યુડી વિભાગ સાથે સંકળાયેલો છે, જેમાં પીડબ્લ્યુડી વિભાગના ચીફ ઈજનેર સંજય માસ્કેનો એક પત્ર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
સંજય માસ્કે પોતાના સરકારી બંગલા પર સત્યનારાયણ ભગવાનની કથા અને મહાપ્રસાદીનું આયોજન કર્યું છે, અને આ માટે તેમણે તેમના વિભાગના તમામ અધિકારીઓને સાથી કર્મચારી ગણીને આમંત્રણ આપવા માટે સરકારી આદેશની જેમ નોટશીટ (સરકારી પત્ર) જાહેર કરી દીધી હતી.
નોટશીટમાં લખ્યું હતું કે, ભોપાલ પરિક્ષેત્રના પીડબ્લ્યુડી કાર્યાલય હેઠળના તમામ અધિકારીઓ-કર્મચારીઓને જાણ કરવામાં આવે છે કે હસ્તાક્ષર કરનારના સરકારી નિવાસસ્થાન ક્ર. સીપીસી-૧, ચાર ઈમલી, ભોપાલ ખાતે તારીખ ૫ સપ્ટેમ્બરના રોજ સત્યનારાયણ ભગવાનની કથા અને તે પછી બપોરે ૧ વાગ્યાથી મહાપ્રસાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મહાપ્રસાદનો લાભ લેવા માટે તમામ અધિકારીઓ-કર્મચારીઓને ઉપસ્થિત રહેવા માટે સૂચિત કરવામાં આવે છે.
આ આયોજન ૫ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હોવાનું સોશિયલ મીડિયા પર શેર થઇ રહેલી નોટશીટ પરથી જાણવા મળી રહ્યું છે. આ નોટશીટ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. વળી આ નોટશીટમાં સરકારી આદેશ હોય તે સંપૂર્ણપણે સરકારી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
