News of Monday, 8th September 2025
આતંકવાદી ષડયંત્ર વિરુધ્ધ NIA ની કાર્યવાહી : ૬ રાજ્યોમાં ૨૨ સ્થળોએ દરોડા
જમ્મુ અને કાશ્મીરમાં નવ, બિહારમાં આઠ, ઉત્તર પ્રદેશમાં બે અને કર્ણાટક, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં એક-એક સ્થળે ટિમ પહોંચી

જમ્મુ, તા.૮: દેશમાં આતંકવાદી પ્રવળતિ ચલાવવાના ષડ્યંત્ર સામે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આજે NIAની ટીમોએ જમ્મુ અને કાશ્મીર સહીત પાંચ રાજ્યોમાં ૨૨ સ્થળોએ દરોડા પાડ્યા છે. અહેવાલ અનુસાર, આતંકવાદી ષડયંત્ર સંબંધિત કેસની તપાસ માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે . અહેવાલ મુજબ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા, કુલગામ, અનંતનાગ અને પુલવામા જિલ્લામાં કેટલાક સ્થળોએ NIAની ટીમો પહોંચી છે. દેશની આંતરિક સુરક્ષા સામે જોખમ મામલે તપાસ કરવામાં આવી રહી છે. NIAની એક ટીમ બારામુલ્લાના જંગમ ગામમાં પહોંચી હતી. અહેવાલ મુજબ અહીં રાશિદ લોનના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે જવાના છે. એ પહેલા સુરક્ષાની ખાતરી માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. NIAએ આ દરોડા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. અહેવાલ મુજબ કેટલાક સ્થળોએ શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે.
મળતી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળમાં ૨૨ સ્થળોએ ED ના દરોડા ચાલી રહ્યા છે. રેતી કૌભાંડના સંદર્ભમાં આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ૨૦૧૧ માં ગેરકાયદેસર રીતે કંપની બનાવીને છેતરપિંડીનો આરોપ છે. કોલસા અને ગાયની દાણચોરી પછી હવે રેતીના દાણચોરો EDના રડાર પર છે. અઠવાડિયાના પહેલા દિવસે, ED અધિકારીઓએ રાજ્યમાં ઘણી જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ED એ તાજેતરમાં એક નવી ECIR એટલે કે રેતીની દાણચોરી અંગે ફરિયાદ દાખલ કરી છે. ED ઝારગ્રામ રેતી ખાણકામના ઉદ્યોગપતિ શેખ ઝહીરુલ અલીના ઘરે પહોંચી છે. આ સાથે, ED ના અધિકારીઓએ બેહાલામાં જેમ્સ લોંગ સહિત ઘણા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યા છે. આ નવી ઝુંબેશ મુખ્યત્વે રેતી ખાણકામ સંબંધિત મોટી રકમ શોધવા માટે છે, તે પૈસા હવાલા અને પ્રભાવશાળી લોકો દ્વારા દાણચોરી કરવામાં આવી રહ્યા છે. રેતી દાણચોરીના સંદર્ભમાં, ED મેદનીપુર, બીરભૂમ, બર્ધવાન, મુર્શિદાબાદ સહિત ઘણા જિલ્લાઓ પર નજર રાખી રહી છે
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
