તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
News of Sunday, 7th September 2025
ભારત પર હજુ ટેરિફ વધારો ઝીંકાશે : યુએસ નાણામંત્રીએ મોટું નિવેદન આપ્યું
યુએસ નાણામંત્રીના નિવેદનથી ફરી એકવાર બંને દેશો વચ્ચેના તણાવમાં વધારો થયો : રશિયા પાસેથી તેલની ખરીદીને આ પાછળનું કારણ ગણાવ્યું

નવી દિલ્હી : એક તરફ, યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચેના સંબંધોમાં થોડી નરમાઈ આવી હતી, તો બીજી તરફ, યુએસ નાણામંત્રીના નિવેદનથી ફરી એકવાર બંને દેશો વચ્ચેના તણાવમાં વધારો થયો છે. અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદી દીધો છે. યુએસ નાણામંત્રી સ્કોટ બેસન્ટે તેને વધુ વધારવાની ચેતવણી આપી છે. બેસન્ટે રશિયા પાસેથી તેલની ખરીદીને આ પાછળનું કારણ ગણાવ્યું છે. સ્કોટ બેસન્ટે રશિયન તેલ ખરીદતા દેશો પર વધુ ટેરિફ લાદવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે રશિયા અને ભારત જેવા તેના તેલ ખરીદનારાઓ પર વધારાના પ્રતિબંધો આર્થિક પતન તરફ દોરી શકે છે, જે પુતિનને યુક્રેન સાથે શાંતિ સ્થાપિત કરવા માટે મજબૂર કરી શકે છે.
યુએસનું સંપૂર્ણ ધ્યાન રશિયા-યુક્રેન યુદ્ધને રોકવા પર છે. રવિવારે એક મુલાકાતમાં, યુએસ નાણામંત્રી સ્કોટ બેસન્ટે કહ્યું હતું કે રશિયા અને ભારત જેવા તેનાથી તેલ ખરીદતા દેશો પર વધુ ટેરિફ જ તેમના અર્થતંત્રના પતન તરફ દોરી શકે છે. તેમણે કહ્યું કે ફક્ત આ રીતે જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વાટાઘાટોના ટેબલ પર પાછા આવી શકશે. યુક્રેન સાથે શાંતિ વાટાઘાટો શરૂ કરશે.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
