News of Thursday, 4th September 2025
૯૯ ટકા ચીજવસ્તુઓ ૭ થી ૧૦ ટકા સસ્તી થશે
મોદીએ પ્રોમિસ પાળ્યું: હવે માત્ર પાંચ અને ૧૮ ટકાના બે સ્લેબ, ૨૨ સપ્ટેમ્બરથી અમલ ખેતીથી લઈને ઇલેક્ટ્રોનિક આઇટમો હવે માત્ર પાંચ ટકાના સ્લેબમાં, હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી પર ઝીરો ટેક્સ

નવી દિલ્હી,તા.૦૪: ગઈ કાલે GST કાઉન્સિલની ૫૬મી બેઠક મળી હતી, જેમાં નવા સુધારા સાથે હવે માત્ર પાંચ અને ૧૮ ટકાના બે સ્લેબના માળખાને મંજૂરી આપવામાં આવી હતી. આ નવા સુધારા આગામી ૨૨ સપ્ટેમ્બર એટલે કે નવરાત્રિના પહેલા દિવસથી લાગુ થઈ જશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટે તેમના ભાષણમાં કહ્યું હતું કે સરકાર GSTમાં સુધારા કરીને લોકોને રાહત આપવાની છે, એ પ્રોમિસ પાળ્યું છે. હવે ૧૨ અને ૧૮ ટકાના સ્લેબ દૂર થઈ જતાં ૯૯ ટકા ચીજવસ્તુઓ પર ટેક્સનો ભાર ૭થી ૧૨ ટકા જેટલો ઘટી જશે.
કેન્દ્રીય ફાઇનેન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં અનેક પ્રસ્તાવોને માન્ય કરવામાં આવ્યા હતા, જેમાં જૂના બે સ્લેબ ૧૨ અને ૧૮ ટકાના સ્લેબને દૂર કરીને માત્ર બે સ્લેબના માળખાને સ્વીકારવામાં આવ્યું. એનાથી હવે મોટા ભાગની તમામ ચીજવસ્તુઓ પાંચ અને ૧૮ ટકાના બે સ્લેબમાં આવરી લેવામાં આવશે. અલબત્ત, અમુક લક્ઝુરિયસ ચીજવસ્તુઓ માટે ૪૦ ટકાનો વિશેષ સ્લેબ રાખવામાં આવ્યો છે જેમાં પાનમસાલા, સિગારેટ, બીડી, ગુટકા સહિતની ચીજવસ્તુઓ ઉપરાંત ફલેવર્ડ કાર્બોનેટેડ પીણાંઓને પણ સમાવવામાં આવ્યાં છે. નવા સુધારામાં ૩૩ જીવનરક્ષક દવાઓને ઞ્લ્વ્ના કરમાળખામાંથી મુક્ત કરવામાં આવી છે, જેમાં ત્રણ કેન્સરની દવાઓ પણ છે. અભ્યાસ માટેના નકશા, ચાર્ટ્સ, પૃથ્વીના ગોળા, પેન્સિલ, શાર્પનર, રંગો, નોટબુક્સ વગેરે પર અત્યારે ૧૨ ટકા ઞ્લ્વ્ લાગુ છે એ ઝીરો થઈ જશે.
અભ્યાસ માટેના નકશા, ચાર્ટ્સ, પૃથ્વીના ગોળા, પેન્સિલ, શાર્પનર, રંગો, નોટબુક્સ વગેરે પર અત્યારે ૧૨ ટકા GST લાગુ છે એ ઝીરો થઈ જશે.
કાર, મોટરસાઇકલ, એર કન્ડિશનર, ટેલિવિઝન, પ્રોજેક્ટર્સ અને મોનિટર્સ, વાસણ ધોવાનું મશીન વગેરે પર અત્યારે ૨૮ ટકા GST અમલમાં છે એ ઘટીને ૧૮ ટકા થઈ જશે. એને લીધે આ ચીજવસ્તુઓના ભાવમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો થશે.
ટ્રેક્ટર, અમુક બાયો-પેસ્ટિસાઇડ્સ અને સીંચાઈનો સામાન, ખેતી માટેની મશીનરીઓ વગેરે પણ ૧૨ ટકાના સ્લેબમાંથી પાંચ ટકાના સ્લેબમાં આવી જતાં ખેડૂતોને ઘણી રાહત મળશે.
હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી પર અત્યાર સુધી ૧૮ ટકા ટેક્સ લાગતો હતો એ હવે ઝીરો કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત થર્મોમીટર, ગ્લુકોમીટર અને અન્ય કેટલાંક મેડિકલ ઉપકરણો પર પણ ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા GST કરી દેવામાં આવ્યો છે.
શેમ્પૂ, હેરઓઇલ, ટૂથપેસ્ટ, સાબુ, ટૂથબ્રશ, શેવિંગ ક્રીમ ઘી, ચીઝ, બટર, વાસણો ફીડિંગ બોટલ, નેપ્કિન અને બેબી-ડાઇપર વગેરે ૧૮ અને ૧૨ ટકાથી પાંચ ટકાના સ્લેબમાં આવી.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
