તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Thursday, 21st August 2025
કપાતર દીકરો! માતા-પિતા અને ભાઈની ચાકુ મારીને કરી હત્યા
દક્ષિણ દિલ્હીમાં ટ્રિપલ મર્ડરની ઘટના સામે આવી

નવી દિલ્હી તા.૨૧: દક્ષિણ દિલ્હીમાં એક ટ્રિપલ મર્ડરથી ખળભળાટ મચી ગયો છે. એક ઘરમાંથી ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટના મેદાનગઢી વિસ્તારમાં બની હતી. ફલોર પર લોહી ફેલાયેલું જોવા મળ્યું હતું. પોલીસને ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે પડોશીઓને મૃતદેહોની દુર્ગંધ આવવા લાગી અને તેમને પોલીસને જાણ કરી.
દક્ષિણ દિલ્હીના મેદાનગઢીમાં, એક પુત્રએ તેના પિતા, માતા અને ભાઈને ચાકુ મારીને હત્યા કરી અને ભાગી ગયો. ગ્રાઉન્ડ ફલોર પર બે પુરુષોના મૃતદેહ લોહીથી લથપથ મળી આવ્યા હતા અને પહેલા માળે એકસ્ત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો.
મૃતકોની ઓળખ થઈ ગઈ છે. મૃતક પ્રેમ સિંહની ઉંમર ૪૫ થી ૫૦ વર્ષની છે. મૃતક રજનીની ઉંમર ૪૦ થી ૪૫ વર્ષની છે. મૃતક ઋત્વિકની ઉંમર ૨૪ વર્ષ છે. FSL અને ક્રાઈમ ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને ગુનાના સ્થળની તપાસ કરીને પુરાવા એકત્રિત કર્યા હતા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવારનો બીજો પુત્ર સિદ્ધાર્થ, જેની ઉંમર ૨૨ થી ૨૩ વર્ષ છે, તે હત્યા બાદથી ગુમ છે. સ્થાનિક તપાસ બાદ જાણવા મળ્યું કે સિદ્ધાર્થ માનસિક સારવાર હેઠળ હતો. સિદ્ધાર્થે કોઈને કહ્યું હતું કે તેણે તેના પરિવારની હત્યા કરી છે અને ભાગી ગયો છે.
હાલમાં, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને ફરાર સિદ્ધાર્થની શોધ ચાલી રહી છે. ઘરમાં કોઈ લૂંટનો અહેવાલ નથી.
FSL ટીમ અને ક્રાઈમ બ્રાન્ચ ઘટનાસ્થળે તપાસ માટે પહોંચી હતી અને પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. મૃતદેહોના ફોટોગ્રાફસ લેવામાં આવ્યા છે અને વધુ ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.(૩૮.૨)
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
