<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

મહારાષ્ટ્રના અહલ્યા નગરમાં કરૂણ ઘટના: પિતાએ ચાર સંતાનોને કૂવામાં ફેંકી પોતે પણ કર્યો આપઘાત

કૂવામાંથી એક જ પરિવારના પાંચ મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો

મહારાષ્ટ્રના અહલ્યા નગર (અગાઉનું અહમદનગર) માં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. એક કૂવામાંથી એક જ પરિવારના પાંચ મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક અહેવાલ મુજબ, એક પિતાએ પોતાના ચાર સંતાનોને કૂવામાં ફેંકી દીધા બાદ પોતે પણ કૂદીને આત્મહત્યા કરી લીધી હતી

   આ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પારિવારિક કલેશ કે આર્થિક સંકડામણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર અહલ્યા નગરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


 

(4:45 PM IST)