<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

હિમાચલમાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની ચેતવણી

બે મહિનાથી હિમાચલમાં અભૂતપૂર્વ વરસાદનો કહેર

શિમલા: હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે મહિનાથી અતિ ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે રાજ્યમાં પાંચ જુદી-જુદી જગ્યાએ વાદળ ફાટવાની ઘટના બની હતી. 

શ્રીખંડના ભીમડવારી અને નંતી, કિન્નૌરના પૂહ, લાહૌલના મયાડ અને કુલ્લુની તીર્થન ઘાટીમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું છે.

ભારે વરસાદ અને વાદળ ફાટવાથી થયેલું નુકસાન ઉડતી નજરે જોઈએ :

 * શ્રીખંડ: ભીમડવારી અને નંતીમાં વાદળ ફાટવાથી આવેલી ભયંકર પૂરના કારણે ગાનવીમાં બે શેડ સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે, જ્યારે છ શેડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અહીં એક પુલને ભારે નુકસાન થયું છે અને પોલીસ ચોકીમાં પણ પાણી ઘૂસી ગયું હતું.

 * તીર્થન ઘાટી: કુલ્લુની તીર્થન ઘાટીમાં પૂરના પ્રવાહમાં પાંચ ગાડીઓ અને ચાર કોટેજ તણાઈ ગયા હતા. સદનસીબે, કોટેજમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી.

 * બંજાર: તીર્થન ઘાટીના બંજારમાં ટિલ્લા અને દોગરા પુલ પણ ક્ષતિગ્રસ્ત થયા છે.

 * કુર્પણ ખડ્ડ: નિરખંડની કુર્પણ ખડ્ડમાં પાણીનું સ્તર ખૂબ વધી ગયું હોવાથી બાઘીપુલ બજાર ખાલી કરાવવામાં આવ્યું છે.

આ ઘટનાઓથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. 

(9:06 PM IST)