News of Thursday, 14th August 2025
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન - 'સંવિધાન અને આપણું લોકતંત્ર આપણા માટે સર્વોપરી છે'
રાષ્ટ્રપતિએ ભારતની 6.5 ટકા GDP વૃદ્ધિને વિશ્વની સૌથી ઝડપી વિકાસશીલ અર્થવ્યવસ્થા ગણાવી : કાશ્મીરમાં રેલવે કનેક્ટિવિટીને મોટી ઉપલબ્ધિ ગણાવી

નવી દિલ્હી: દેશના 79મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે 'સંવિધાન અને આપણું લોકતંત્ર આપણા માટે સર્વોપરી છે' તેવો સંદેશ આપ્યો હતો. તેમણે આ સંબોધનમાં દેશની પ્રગતિ, આર્થિક વિકાસ અને લોકશાહીના મૂલ્યો પર પ્રકાશ પાડ્યો હતો.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, "છેલ્લા નાણાકીય વર્ષમાં 6.5 ટકાના કુલ-ઘરેલું-ઉત્પાદન-વૃદ્ધિ-દર સાથે ભારત, દુનિયાની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપથી વિકસતું રાષ્ટ્ર છે." તેમણે આર્થિક પ્રગતિને દેશના વિકાસની મુખ્ય શક્તિ ગણાવી હતી.
આ સંબોધનમાં રાષ્ટ્રપતિએ દેશના અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ વાત કરી. તેમણે જણાવ્યું હતું કે, "આજે આપણે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવ્યો." આ ઉપરાંત, તેમણે કાશ્મીર ઘાટીમાં રેલ-સંપર્ક શરૂ થવાને એક મોટી ઉપલબ્ધિ ગણાવી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, "શેષ ભારત સાથે કાશ્મીર ઘાટીનો રેલ-સંપર્ક તે ક્ષેત્રમાં વ્યાપાર અને પર્યટનને પ્રોત્સાહન આપશે અને નવી આર્થિક સંભાવનાઓના દ્વાર ખોલશે." તેમણે ભારતના સંવિધાનમાં સમાવિષ્ટ ચાર મૂલ્યો, જે લોકતંત્રને મજબૂત બનાવે છે, તેના પર પણ ભાર મૂક્યો હતો.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
