News of Thursday, 14th August 2025
ચીનનો મહત્વનો નિર્ણય: યુવા વિજ્ઞાન અને ટેકનોલોજી નિષ્ણાતો માટે નવા 'K' વિઝાની જાહેરાત!
ભારત માટે આશાનું કિરણ: આશા છે કે આ નવા વિઝા ભારતીય યુવા ટેકનોલોજી અને વિજ્ઞાન પ્રતિભાઓ માટે ચીનમાં કામ કરવા અને સંશોધન માટેના નવા દ્વાર ખોલશે

બેઇજિંગ, ચીન : ચીન સરકારે યુવા વિજ્ઞાન અને ટેકનોલોજીના નિષ્ણાતોને આકર્ષવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્ય સંચાલિત સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ મુજબ, દેશ 1 ઓક્ટોબર, 2025થી નવા 'K' વિઝા લાગુ કરશે. આ પગલું દેશના પ્રવેશ અને બહાર નીકળવાના વહીવટી નિયમોમાં સુધારાના ભાગરૂપે લેવામાં આવ્યું છે.
આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે. બંને દેશો વચ્ચેની સીધી ફ્લાઈટ્સ પણ ટૂંક સમયમાં ફરી શરૂ થવાની શક્યતા છે, અને ભારતીય એરલાઇન્સ આ માટે તૈયારીઓ કરી રહી છે. આશા છે કે આ નવા વિઝા ભારતીય યુવા ટેકનોલોજી અને વિજ્ઞાન પ્રતિભાઓ માટે ચીનમાં કામ કરવા અને સંશોધન કરવાના નવા દ્વાર ખોલશે.
આ નવા વિઝા માટેની પાત્રતાના માપદંડ અને અરજી પ્રક્રિયા વિશેની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેની સત્તાવાર જાહેરાત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં થવાની અપેક્ષા છે.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
