<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

દેશ વિભાજનના ઈતિહાસ-દર્દને કયારેય નહીં ભૂલી શકેઃ અમિતભાઈ

વિભીષીકામાં જીવ ગુમાવનાર લોકોને શ્રધ્‍ધાંજલી અર્પણ કરતા ગૃહમંત્રી

નવી દિલ્‍હીઃ આજે ૧૪ ઓગસ્‍ટ એટલે વિભાજન વિભીષીકા સ્‍મૃતિ દિવસ અંતર્ગત ગૃહમંત્રી અમિતભાઈ શાહે દેશના ભાગલા સમયે લોકોના દર્દને યાદ કરી સંવેદના સભર સોશ્‍યલ મિડીયા પ્‍લેટફોર્મ એકસ ઉપર પોસ્‍ટ મૂકી શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી.

અમિતભાઈએ જણાવેલ કે, દેશના વિભાજન અને તેની ત્રાસદીનો શિકાર લોકોના દર્દને યાદ કરી સંવેદના વ્‍યકત કરવાનો દિવસ છે. આ દિવસે કોંગ્રેસે દેશના ટૂકડાઓ કરી મા ભારતીના સ્‍વાભીમાનને ઠેસ પહોંચાડી. વિભાજનના કારણે હિંસા, શોષણ અને અત્‍યાચાર થયા અને કરોડો લોકોએ વિસ્‍થાપન સહન કર્યુ.

હું તે તમામ લોકો પ્રત્‍યે મનની ઉંડાઈએથી શ્રધ્‍ધાંજલી અર્પીત કરૂં છું. દેશ વિભાજનના આ ઈતિહાસ અને દર્દને કયારેય ભૂલી નહીં શકે. વિભાજનની આ વિભીષીકામાં પોતાનો જીવ ગુમાવનાર લોકોને શ્રધ્‍ધાંજલી અર્પણ કરૂં છું. (રર.૧૪)

(3:41 PM IST)