<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

‘‘કચ્‍છી કોયલ'' ગીતા રબારી બોરીવલીના ‘સુરભિ નવરાત્રિ ઉત્‍સવ ૨૦૨૫'માં પ્રથમવાર પર્ફોર્મ કરશે

મુંબઈઃ બોરીવલીમાં આ વર્ષે નવરાત્રિની ઉજવણી ખાસ થવાની છે, કારણ કે ગુજરાતની લોકગાયિકા ગીતા રબારી, જે 'કચ્‍છી કોયલ' તરીકે પણ ઓળખાય છે, તે પહેલીવાર બોરીવલીના પ્રતિષ્ઠિત ‘સુરભિ નવરાત્રિ ઉત્‍સવ ૨૦૨૫'માં પરફોર્મ કરશે.

આ કાર્યક્રમનું પ્રોડક્‍શન અને પ્રમોશન ‘શો ગ્‍લિટ્‍ઝ ઇવેન્‍ટ એન્‍ડ એન્‍ટરટેઇનમેન્‍ટ પ્રા. લિ.' દ્વારા અને સંયોજન 'સાઈ ગણેશ વેલફેર એસોસિએશન' દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ઉત્‍સવ કોરાકેન્‍દ્રા ગ્રાઉન્‍ડ નં. ૪, બોરીવલી (પヘમિ) ખાતે યોજાશે, જ્‍યાં દરરોજ ૩૦,૦૦૦થી વધુ ગરબા પ્રેમીઓ ઉપસ્‍થિત રહેવાની ધારણા છે..

ધારાસભ્‍ય સંજય ઉપાધ્‍યાયએ બોરીવલીના લોકોને ધર્મપ્રેમી અને સંસ્‍કાર જાળવનાર ગણાવ્‍યા હતા. જ્‍યારે પૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટીએ જણાવ્‍યું કે નવરાત્રિ દરમિયાન ઉત્તર મુંબઈ 'નવરાત્રિ સિટી' બની જાય છે.

ગીતા રબારીએ જણાવ્‍યું કે, હું પહેલીવાર બોરીવલીમાં પરફોર્મ કરવા બદલ ખૂબ ઉત્‍સાહિત અને ખુશ છું. ૩૦,૦૦૦થી વધુ લોકો સામે ગાવું મારા માટે સ્‍વપ્ન સાકાર થવા જેવું છે. પ્રેસ કોન્‍ફરન્‍સમાં ગીતા રબારીએ લોકગીતનો ટૂંકો પરફોર્મન્‍સ પણ આપ્‍યો હતો.

આ ઉત્‍સવની કેટલીક ખાસિયતોમાં ૧,૨૫,૦૦૦ ચોરસ ફૂટનો કાર્પેટેડ વુડન ડાન્‍સ ફલોર, ફૂડ કોર્ટ, ૧,૦૦૦ કાર અને બાઇક માટે પાર્કિગ સુવિધા અને આંતરરાષ્ટ્રીય સ્‍તરના સાઉન્‍ડ અને લાઇટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સલામતી માટે ૪૦૦થી વધુ સિક્‍યુરિટી સ્‍ટાફ અને ૧૦૦ સીસીટીવી કેમેરાની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે.

શો ગ્‍લિટ્‍ઝ ઇવેન્‍ટના ડિરેક્‍ટર સંતોષ સિહે જણાવ્‍યું કે, ગીતા રબારીના આગમનથી આ વર્ષનો ઉત્‍સવ ઊર્જા અને ભક્‍તિભાવથી અદભુત બની રહેશે. આ જાહેરાતથી બોરીવલીના ગરબા પ્રેમીઓ આ વર્ષે અસલી ગુજરાતી લોકસંગીતનો અનુભવ કરવા આતુર છે.(૪૦.૩૧)

(4:02 PM IST)