<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

જુલાઈમાં ૩૦ લાખ નવા ડીમેટ ખાતા ઉમેરાયા

ડિસેમ્‍બર પછીનો સૌથી મોટો ઉછાળો: દેશભરમાં ડીમેટ ખાતાઓની સંખ્‍યા ૨૦ કરોડને વટાવી ગઈ

 

નવી દિલ્‍હી તા.૧૪: દેશના બજારોમાં જુલાઈમાં લગભગ ૩૦ લાખ નવા ડીમેટ ખાતા ઉમેરાયા. ડિસેમ્‍બર ૨૦૨૪ પછી આ સૌથી વધુ માસિક વધારો છે. જાન્‍યુઆરીથી એપ્રિલ સુધીના નરમ સમયગાળા પછી ખાતા ખોલવાની સંખ્‍યામાં આ સતત ત્રીજો મહિનો વધારો છે.

ખાતું ખોલવાની સરળતા અને ઇક્‍વિટીના સતત આકર્ષણને કારણે જુલાઈમાં થયેલા વધારાથી દેશભરમાં ડીમેટ ખાતાઓની સંખ્‍યા ૨૦ કરોડને વટાવી ગઈ. આ આંકડો માત્ર ચાર વર્ષમાં ત્રણ ગણાથી વધુ થયો છે. ગયા મહિનાના અંતે, ડીમેટ ખાતાઓની કુલ સંખ્‍યા ૨૦.૨૧ કરોડ હતી.

જોકે, આ આંકડાની તુલના યુનિક રોકાણકારો સાથે કરી શકાતી નથી કારણ કે કોઈપણ વ્‍યક્‍તિ એક કરતાં વધુ ડીમેટ ખાતા ખોલી શકે છે. યુનિક રોકાણકારોની સંખ્‍યા લગભગ ૧૨ કરોડ છે. ભારત અને અમેરિકા વચ્‍ચેના વેપાર તણાવ, કોર્પોરેટ કમાણીમાં ઘટાડો અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇએસ) દ્વારા સતત વેચાણને કારણે બજારમાં વધતી જતી અસ્‍થિરતાને કારણે જુલાઈમાં ડીમેટ ખાતાઓમાં મજબૂત વળદ્ધિ જોવા મળી.

જુલાઈમાએફપીઆઇએસનું ચોખ્‍ખું આઉટફ્‌લો રૂ. ૧૭,૭૪૧ કરોડ રહ્યું, જે માર્ચ ૨૦૨૫ પછી ચોખ્‍ખું વેચાણનો આટલો પહેલો મહિનો છે. ટોરસ ફાઇનાન્‍શિયલ માર્કેટ્‍સના સીઇઓ પ્રકાશ ગગદાનીએ જણાવ્‍યું હતું કે, જુલાઈમાં નવા ડીમેટ ખાતામાં થયેલા વધારાને નોંધપાત્ર સંખ્‍યામાં આઇપીઓ દ્વારા ટેકો મળ્‍યો હતો. જુલાઈ ૨૦૨૫માં આઇપીઓ માટે સૌથી વ્‍યસ્‍ત મહિનો હતો, જેમાં ૧૩ આઇપીઓએ રૂ. ૧૬,૧૨૫ કરોડ એકત્ર કર્યા હતા.(૩૮.૧૧)

(10:25 AM IST)