<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

આઇસીઆઇસીઆઇ બેંકનો યુ ટર્ન, હવે મિનિમમ બેલેન્‍સ ૧૫,૦૦૦ જ...

મુંબઇ,તા.૧૪: આઇસીઆઇસી આઇ બેંક ગ્રાહકોના પ્રતિભાવ અને ચોતરફની આકરી ટીકા તથા વ્‍યાપક વિરોધના થોડા દિવસો પછી તેના ગ્રાહકો માટે લઘુત્તમ બેલેન્‍સની આવશ્‍યકતાઓમાં ફેરફાર જાહેર કર્યો છે.

ગ્રાહકોની અપેક્ષાઓ અને પસંદગીઓને વધુ સારી રીતે પ્રતિબિબિત કરવા માટે આઇસીઆઇસીઆઇ બેન્‍કે લઘુત્તમ માસિક સરેરાશ બેલેન્‍સ ૫૦,૦૦૦ રૂપિયાથી ઘટાડીને ૧૫,૦૦૦ રૂપિયા નક્કી કર્યું છે.

બેંક બુધવારે બહાર પાડેલા નોટિફિકેશન અનુસાર સાઇઠ વર્ષથી ઓછી ઉંમરના પેન્‍શનરો અને પસંદગીની ૧,૨૦૦ સંસ્‍થાઓના વિદ્યાર્થીઓએ લઘુત્તમ માસિક સરેરાશ બેલેન્‍સ જાળવવાની જરૂર નહીં રહેશે.

હવે નવાં ફોરફાર અનુસાર, મેટ્રો અને શહેરી સ્‍થળો માટે લઘુત્તમ બેલેન્‍સની આવશ્‍યકતા ૧૫,૦૦૦ રૂપિયા, અર્ધ-શહેરી સ્‍થળો માટે ૭,૫૦૦ રૂપિયા અને ગ્રામીણ સ્‍થળો માટે ૨,૫૦૦ રૂપિયા રહેશે.

(10:00 AM IST)