News of Friday, 8th August 2025
મહત્વના સમાચારો ઉડતી નજરે

* હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માતમાં છ લોકોના કરુણ મોત. કાર બેકાબુ બની ઊંડી ખાડામાં ગબડી પડેલ
* ગુજરાત એનઆઇએની ટીમના, અમેરિકામાં ઘૂસણખોરી બાબતે, હરિયાણા અને પંજાબમાં ગેરકાયદેસર ઘુસણખોરી કેસમાં દરોડા, બેની ધરપકડ
* ગાઝા ઉપર કોઈ કબ્જો કરવો નથી, હમાસનો સંપૂર્ણ નાશ એક માત્ર ધ્યેય: ઇઝરાયેલ વડાપ્રધાન નેતન્યાહૂ
* ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જ્યાં સુધી ભારત અને અમેરિકા વચ્ચે ટેરીફનો મુદ્દો ઉકેલાશે નહીં ત્યાં સુધી બંને દેશ વચ્ચે કોઈ વેપાર વાટાઘાટો થશે નહીં
* જાણીતી ફિલ્મ એક્ટ્રેસ હુમા કુરેશીના કઝિન બ્રધર આસિફ કુરેશીની દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં સ્કૂટર પાર્કિંગ જેવી નજીવી બાબતે થયેલ વિવાદમાં પડોશી દ્વારા ક્રૂર હત્યા
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
