<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

આઇઆરસીટીસીમાં આધારકાર્ડ લિંક કરવું ફરજિયાતઃ તત્‍કાલ બુકિંગનો નવો નિયમ

જે યુઝર્સના આધારકાર્ડ આઈઆરસીટીસી એકાઉન્‍ટ સાથે લિંક હશે તેમને જ બુકિંગમાં પ્રાથમિક્‍તા આપવામાં આવશે

 

 

નવી દિલ્‍હી તા.૬: તત્‍કાલ ટિકિટ બુકિગને લઇને પણ મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. ઈન્‍ડિયન રેલવે કેટરિગ એન્‍ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) દ્વારા તત્‍કાલ ટિકિટ બુકિગને લઈને કેટલાક ફેરફાર કરવામાં આવ્‍યા છે. જો તમે આ ફેરફારથી અજાણ હશો તો તમને તત્‍કાલમાં કન્‍ફર્મ ટિકિટ તો છોડો જનરલ ટિકિટ પણ નહીં મળે.  રેલવે મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જે યુઝર્સના આધારકાર્ડ આઈઆરસીટીસી એકાઉન્‍ટ સાથે લિક હશે તેમને જ બુકિગમાં પ્રાથમિક્‍તા આપવામાં આવશે.

જો તમે પણ હજી સુધી તમારા આઈઆરસીટીસી એકાઉન્‍ટ સાથે આધાર કાર્ડ લિક નથી કરાવ્‍યું તો અહીં જાણી લો કે કઈ રીતે તમે આધાર લિક કરી શકશો-

સૌથી પહેલાં તો તમારે www.irctc.co.in ની વેબસાઈટ પર જવું પડશે

હવે અહીં તમારી યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને લોગઈન કરો

લોગઈન કર્યા બાદ માય એકાઉન્‍ટ સેક્‍શનમાં જઈને ઓથેન્‍ટિકેટ યુઝરના ઓપ્‍શન પર ક્‍લિક કરો

હવે એક નવું પેજ ખુલશે તમારી સામે, જેના પર તમારું ૧૨ ડિજિટલ આધાર નંબર કે વર્ચ્‍યુઅલ આઈડી રજિસ્‍ટર કરો

જો તમારી ડિટેઈલ્‍સ મેચ નથી થતી તો એડિટમાં જઈને એને કરેક્‍ટ કરો

માહિતી મેચ થયા બાદ વેરીફાય ડિટેઈલ્‍સ એન્‍ડ રિસીવ ઓટીપી પર ક્‍લિક કરો

તમારા રજિસ્‍ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે જે આપેલા બોક્‍સમાં ફીલ કરીને કંડિશન્‍સ વાંચીને સબમિટ પર ક્‍લિક કરો

આધાર લિકિગ પ્રોસેસ પૂરી થયા બાદ સ્‍ક્રીન પર કન્‍ફર્મેશન મેસેજ દેખાશે, ત્‍યાર બાદ આઈઆરસીટીસીની વેબસાઈટ પર ફરી લોગઈન કરો

જો ઓથેન્‍ટિકેટ યુઝર સેક્‍શનમાં ગ્રીન ટીક દેખાય એટલે તમારું એકાઉન્‍ટ આધાર સાથે લિંક થઈ ગયું છે(૩૮.૧૧)

(9:45 AM IST)