News of Thursday, 31st July 2025
‘ભારત એક ‘ડેડ ઇકોનોમી' : આર્થિક - સંરક્ષણ અને વિદેશ નીતિ બરબાદ
રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર ગુસ્સે ભરાયા

નવી દિલ્હી, તા.૩૧: કોંગ્રેસ પાર્ટીના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ સિવાય બધા જાણે છે કે ભારત એક ઁમળત અર્થતંત્રઁ છે. રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો છે કે અમેરિકા સાથેનો વેપાર સોદો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શરતો પર થશે.
રાહુલ ગાંધીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ૨૫ ટકા ટેરિફ લાદવા અને ભારતને બરબાદ અર્થતંત્ર કહેવા સંબંધિત એક પ્રશ્ન પર નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું, ‘તેઓ સાચા છે.' વડા પ્રધાન અને નાણામંત્રી સિવાય બધા જાણે છે કે ભારતનું અર્થતંત્ર બરબાદ થઈ ગયું છે. મને ખુશી છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે હકીકતો રજૂ કરી છે. ભાજપે અર્થતંત્રનો નાશ કર્યો છે. આજે ભારત સામે મુખ્ય મુદ્દો એ છે કે આ સરકારે આપણી આર્થિક નીતિને બરબાદ કરી દીધી છે, આપણી સંરક્ષણ નીતિને બરબાદ કરી દીધી છે અને આપણી વિદેશ નીતિને બરબાદ કરી દીધી છે. તેઓ દેશને પાતાળમાં લઈ જઈ રહ્યા છે.
સંસદ સંકુલમાં મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી એસ જયશંકરની ટિપ્પણીને ટાંકીને કહ્યું, વિદેશ મંત્રી કહે છે કે આપણી પાસે ઉત્તમ વિદેશ નીતિ છે. એક તરફ અમેરિકા તમારો દુરુપયોગ કરી રહ્યું છે, તો બીજી તરફ ચીન તમારી પાછળ છે. જ્યારે તમે આખી દુનિયામાં પ્રતિનિધિમંડળ મોકલો છો, ત્યારે એક પણ દેશ પાકિસ્તાનની નિંદા કરતો નથી.
ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર ૨૫ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કર્યા પછી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારત અને રશિયા પર નિશાન સાધ્યું હતું. ટ્રમ્પે કહ્યું, ભારત અને રશિયા એકસાથે પોતાની અર્થવ્યવસ્થાને ડૂબાડી શકે છે અને તેનાથી તેમને કોઈ ફરક પડશે નહીં.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
