<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ ૮૮

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે

આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

 સ્‍થળઃ  ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ- ૮૮ : ‘‘દરેક વસ્‍તુ જ્ઞાન દ્વારા જ જોવાય છે. જ્ઞાન દ્વારા જ આત્‍મા ક્ષેત્રમાં પ્રકાશિત થાય છે. એ એકને જ્ઞાતા અને જ્ઞેયની જેમ જુઓ''

જાણવાની ઘટના ત્રણ બિંદુઓમાં વહેંચી શકાય છે. જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન. જ્ઞાન બે બિંદુઓની વચ્‍ચે, જ્ઞાત અને જ્ઞેયની વચ્‍ચે પુલની જેમ છે.આ સામાન્‍ય રીતે તમારું જ્ઞાન ફકત જ્ઞેયને, વિષયને પ્રકટ કરે છે અને જ્ઞાતા, જાણનાર અપ્રકટ રહી જાય છે. સામાન્‍ય રીતે તમારા જ્ઞાનમાં એક જ તીર હોય છે. તે તીર ગુલાબ તરફ તો જાય છે. પરંતુ તે કયારેય તમારા તરફ નથી આવતું અને જયાં સુધી તે તીર તમારા તરફ જવા ના લાગે ત્‍યાં સુધી જ્ઞાન તમને સંસાર બાબત તો જાણવા દેશે પરંતુ તે તમને પોતાને જાણવા નહિ દે. ધ્‍યાનની બધી વિધિઓ જાણવાવાળાને પ્રકટ કરવાની વિધિઓ છે. જયોર્જ ગુર્જીએફ આવી જાતની એક વિધિનો પ્રયોગ કરતો હતો. તે એને આત્‍મ-સ્‍મરણ કહેતો હતો. એણે કહ્યું  છે કે જયારે તમે કોઇ વસ્‍તુને જાણી રહ્યા છો તો હંમેશા જાણવાવાળાને પણ જાણો. એને વિષયમાં ના ભુલાવી નાખો, જાણવાવાળાને પણ યાદ રાખો.  

- રજનીશના પ્રણામ

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:53 AM IST)