<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

મમ્‍મીએ એવો હેવી મેકઅપ કર્યો કે, દીકરો જ ઓળખી ન શક્‍યો! ગોદમાં લેતાની સાથે જ જોરશોરથી રડવા લાગ્‍યો!

સોશિયલ મીડિયા પર આજકાલ એક ફની વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

 

 

નવી દિલ્‍હી તા.૨૯: સોશિયલ મીડિયા પર આજકાલ એક ફની વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક માતા જ્‍યારે બ્‍યુટી પાર્લરથી મેકઅપ કરાવીને ઘરે પાછી આવે છે ત્‍યારે તેનો નાનો દીકરો તેને જોઈને જોરશોરથી રડવા લાગે છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સને પણ પોતાની હસી રોકી શક્‍યા નહીં.

તમે ઘણીવાર જોયું હશે કે, મેકઅપથી છોકરીઓના ચહેરા એકદમ બદલાઈ જાય છે. આ જ વિષય સાથે જોડાયેલો એક વીડિયો આજકાલ ઇન્‍ટરનેટ પર છવાયો છે. આ વીડિયો ખૂબ જ ફની છે. આ વીડિયોમાં એક મહિલા મેકઅપ કરાવીને પોતાના નાના બાળક પાસે પહોંચી છે. પછી દીકરો જે રીતે રિએક્‍શન આપે છે, તે જોવાલાયક છે. આ રિએક્‍શન એવા હતા કે માતાને પણ તેનાથી આશા ન હતી. આ વીડિયોમાં કંઈક એવું જોવા મળ્‍યું છે કે, જેના પછી દરેક લોકો આ યુવતીની મજાક ઉડાવી રહ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દીકરાની માતા બ્‍યુટી પાર્લરથી તૈયાર થઈને આવે છે. પછી તે પોતાના દીકરાને ખોળામાં લે છે. જેમ જ બાળક તેની માતાની ગોદમાં જાય છે, તે તેને ઓળખી શકતો નથી. અને બૂમબરાડા પાડીને જોરશોરથી રડવા લાગે છે. તમે જોઈ શકો છો કે હેવી મેકઅપના કારણે બાળક પોતાની માતાને ઓળખી શકતો નથી. પછી જે રીતે માતા રિએક્‍શન આપે છે, તે જોઈને તમે પણ કદાચ તમારી હસી રોકી નહીં શકો.

તેની મમ્‍મી કહે છે કે, 'બેટા હું તારી મમ્‍મી છું, મારો દીકરો મને ઓળખી નથી શકતો, મમ્‍મી છું તારી દીકરા, હે ભગવાન...મારો દીકરો અમને ઓળખી શકતો નથી. આ શું થઈ ગયું.' વીડિયોને ર્ક્‍ીઁતત્ર્યંત્ત્યર્ળીશ્વશં૯૩૪ નામના ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ પરથી શેર કરવામાં આવ્‍યો છે. જેના પર ઘણી બધી કોમેન્‍ટ્‍સ આવી છે. એકે એવી કોમેન્‍ટ કરી છે કે, 'એવું લાગે છે કે જાણે દીવાલ પર નેરોલેક પેઈન્‍ટ લગાવ્‍યું હોય.' બીજા એકે લખ્‍યું કે, 'આવો કેમ મેકઅપ કરો છો કે, તમારા બાળકો જ તમને ઓળખી ન શકે.' હાલ આ વીડિયો પર લાખો વ્‍યૂઝ આવી ચૂક્‍યા છે.(૩૮.૪)

(9:58 AM IST)