તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Monday, 28th July 2025
અલ્લાહુ અકબર કહી વિમાનમાં બોમ્બની ધમકી આપી
અમેરિકા મુર્દાબાદ અને ટ્રમ્પ મુર્દાબાદ જેવા નારાઓ પણ લગાવ્યાઃ ઇન્ટરનેશનલ ફલાઈટનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

ગ્લાસગો, સ્કોટલેન્ડ તા.૨૮: બ્રિટનના લ્યુટનથી ગ્લાસગો જતી ઇઝીજેટની ફલાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઇઝીજેટની ફલાઇટમાં એક મુસાફર અચાનક જોરથી બૂમો પાડવા લાગ્યો અને ફલાઇટમાં બોમ્બ હોવાની ધમકી આપી હતી. આ મુસાફરે વિમાનમાં જ ‘અમેરિકા મુર્દાબાદ અને ટ્રમ્પ મુર્દાબાદ સાથે સાથે અલ્લાહુ અકબર જેવા નારાઓ પણ લગાવ્યા હતા. તાત્કાલિક વિમાનનું લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ દરમિયાન વિમાનમાં સવાર દરેક લોકોના જીવ તાળવે ચોંટી ગયાં હતાં.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો પ્રમાણે આ વ્યક્તિ ટોયલેટમાંથી બહાર આવ્યો અને વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા બૂમો પાડવા લાગ્યો હતો. જોકે, આ વ્યક્તિને અન્ય મુસાફરોએ તેને કાબૂમાં લઈ લીધો હતો. આ પછી, વિમાનમાં કટોકટી જાહેર કરવામાં આવી અને એટીસીનો સંપર્ક કર્યા કરવામાં આવ્યો છે. કટોકટીની સ્થિતિ જાહેર થતાં આ વિમાનનું ગ્લાસગો એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.
વિમાનમાં બોમ્બની ધમકી આપનાર અને અમેરિકી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરનાર મુસાફરની હાથકડી પહેરાવી ધરપકડ કરવામાં આવી છે. ફલાઇટ ક્રૂએ તેની બેગની તપાસ કરી, પરંતુ તેમાં કોઈ બોમ્બ મળ્યો નહીં. અન્ય એક મુસાફરે જણાવ્યું કે બાદમાં તે વ્યક્તિએ પોતે કબૂલાત કરી કે તેની પાસે બોમ્બ નથી.(૩૮.૧૭)
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
