તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th July 2025
રિટાયર્ડ અધિકારીએ મૃત્યુ બાદ ૩.૬૬ કરોડની સંપત્તિ તિરુપતિ મંદિર ટ્રસ્ટને દાનમાં આપી દીધી

તિરૂપતિ,તા.૨૮: ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (આઈઆરએસ) અધિકારી તરીકે નિવૃત્ત થયેલા દિવંગત ભાસ્કર રાવે હૈદરાબાદ શહેરમાં રહેલી તેમની ૩ કરોડ રૂપિયાની પ્રોપર્ટી અને ૬૬ લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ તિરુપતિ મંદિર ટ્રસ્ટ અને અન્ય સંલગ્ન ટ્રસ્ટોને દાનમાં આપી દીધી છે. દાન કરવામાં આવેલી પ્રોપર્ટી હૈદરાબાદ નજીક વનસ્થલીપુરમમાં ‘આનંદ નીલયમ' નામનું ૩૫૦૦ ચોરસ ફીટનું બિલ્ડિંગ છે. રાવે વસિયતનામામાં જણાવ્યું હતું કે તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ એનો ઉપયોગ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરવા માટે કરે. ભાસ્કર રાવના પરિવારે કહ્યું કે તેમને શ્રી વેન્કટેશ્વર સ્વામી પ્રત્યે ઊંડી શ્રદ્ધા અને ભક્તિ હતી. (૪૦.૮)
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
