<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ- ૮૬‘‘ભાવ કરો કે હું કોઇ વસ્‍તુની ચિંતના કરું છુ જે દૃષ્‍ટિ પરે છે, જે પકડથી પરે છે, જે અનસ્‍તિત્‍વના ના હોવાથી પરે છે- હું''

આ સંભવ છે. એટલા માટે પ્રયોગ કરવા લાયક છે કારણ કે એના કરવામાં જ તમને કાંઇક ઘટી જશે. એવું નથી કે તમે જોવામાં લાયક બની જશો. પરંતુ જો તમે એને જોવાની ચેષ્‍ટા કરશો કે જે જોઇ શકાય છે તો તે આખું દર્શન ખોવાઇ જશે. એવી વસ્‍તુને જોવાના પ્રયત્‍નમાં તમે જે  જોયું છે તે બધું ખોવાઇ જશે. જો તમે એ પ્રયત્‍નમાં ધીરજથી લાગ્‍યા રહ્યા તો અનેક ચિત્રો, અનેક બિંબો તમારી સામે પ્રગટ થશે. તમારે એ પ્રતિબિંબોને ઇન્‍કાર  કરી દેવાના છે કારણ કે તમે જાણો છો કે તમે એમને જોયા છે, તે દેખી શકાય છે. બની શકે છે કે તમે એમને બરાબર એવા જ ના જોયા હોય જેવા તેઓ છે. પરંતુ જો તમે અમેની કલ્‍પના કરી શકતા હોવ તો તેઓ જોઇ પણ શકાય છે. એમને જુદા પાડી દો અને એવી રીતે જુદા કરતા જાઓ. જો તમે જુદા કરતા જગ્‍યા તો બહારથી તમને કશું થશે નહી પણ ફકત મનનો પડદો ખાલી થઇ જશે.એના ઉપર કોઇ પ્રતિક, કોઇ બિંબ,કોઇ સ્‍વપ્‍નો નહી હોય. આ ક્ષણમાં રૂપાંતરણ ઘટે છે. 

- રજનીશના પ્રણામ

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:56 AM IST)