News of Monday, 21st July 2025
ઈઝરાયેલના PM નેતન્યાહુની અચાનક તબિયત લથડી: ફૂડ પોઈઝનિંગનો બન્યા ભોગ!: ત્રણ દિવસ સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ
પહેલા પણ ઘણીવાર સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી ચૂક્યા છે. 2023 માં તેમના હૃદયમાં પેસમેકર લગાવવામાં આવ્યું હતું અને ડિસેમ્બરમાં કરાવી હતી પ્રોસ્ટેટ સર્જરી

જેરુસલેમ : ઈઝરાયેલના વડાપ્રધાન બિન્યામિન નેતન્યાહુની તબિયત અચાનક બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેમને ફૂડ પોઈઝનિંગ થયું છે. ડોકટરોએ જણાવ્યું કે તેમની આંતરડામાં પાણીની કમી (ડિહાઈડ્રેશન) થઈ ગઈ હતી અને તેમને નસ દ્વારા પ્રવાહી (ઇન્ટ્રાવેનસ ફ્લુઈડ્સ) આપવામાં આવી રહ્યા છે. ડોકટરોએ હાલ તેમને ત્રણ દિવસ સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. આ દરમિયાન તેઓ પોતાના સરકારી કામકાજ ઘરેથી જ સંભાળશે.
ભ્રષ્ટાચાર કેસની સુનાવણી ફરી ટળી
આ દરમિયાન, નેતન્યાહુ પર ચાલી રહેલા ભ્રષ્ટાચાર કેસની સુનાવણી પણ ફરીથી ટળી ગઈ છે. ઈઝરાયેલમાં ઉનાળાની રજાઓને કારણે અદાલતો બંધ છે, તેથી હવે આગામી સુનાવણી સપ્ટેમ્બર પહેલાં થશે નહીં. આ મામલો વર્ષ 2020 થી ચાલી રહ્યો છે, જેમાં નેતન્યાહુ અને તેમની પત્ની સારા નેતન્યાહુ પર લગભગ 2.6 લાખ ડોલરની કિંમતની મોંઘી ભેટો લેવાનો આરોપ છે. આરોપ છે કે તેના બદલે નેતન્યાહુએ કેટલાક ઉદ્યોગપતિઓને કથિત રીતે રાજકીય ફાયદો પહોંચાડ્યો હતો.
આ પહેલીવાર નથી જ્યારે આ કેસની સુનાવણી ટળી હોય. અગાઉ નેતન્યાહુએ ગાઝામાં યુદ્ધ અને લેબનોન સંઘર્ષનો હવાલો આપીને સુનાવણી ટળાવી હતી. હવે ફૂડ પોઈઝનિંગના કારણે સુનાવણીને ફરીથી આગળ વધારવામાં આવી છે.
સ્વાસ્થ્ય સંબંધિત જૂની સમસ્યાઓ
નેતન્યાહુ પહેલા પણ ઘણીવાર સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી ચૂક્યા છે. ગયા વર્ષે 2023 માં તેમના હૃદયમાં પેસમેકર લગાવવામાં આવ્યું હતું અને ડિસેમ્બરમાં તેમને પ્રોસ્ટેટની સર્જરી કરાવવી પડી હતી.
આ ઘટનાક્રમેં ઈઝરાયેલના રાજકારણમાં ફરી એકવાર નેતન્યાહુના સ્વાસ્થ્ય અને તેમના પર ચાલી રહેલા કાયદાકીય કેસને કેન્દ્રમાં લાવી દીધો છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
