<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

મહીસાગર નદી પર ગંભીરા પુલ તુટી પડતા ગેરીનાં નિષ્ણાત ઇજનેરોની ટીમ ઘટનાસ્થળે તપાસ અર્થે પહોંચી

રાજ્ય સરકાર દ્વારા કમિટી ના મદદ માટે ગેરિની ટીમને પણ આદેશ કર્યાં

મહીસાગર નદી પર ગંભીરા પુલ તુટી પડતા, ગેરીનાં નિષ્ણાત ઇજનેરોની ટીમ ઘટનાસ્થળે તપાસ અર્થે પહોંચી છે. તપાસ માટે R&B નાં છ સભ્યોની કમિટી બનાવાઈ છે. ગેરીનાં એન્જીનિયરોએ પહોંચી ટેસ્ટિંગની તૈયારી કરી હતી. રાજ્ય સરકાર દ્વારા કમિટી ના મદદ માટે ગેરિની ટીમને પણ આદેશ કર્યાં છે. 

ગેરીની ટીમ પણ સમગ્ર બાબતની તપાસ માટે આવી પહોચી છે. તપાસ શેની કરાશે, કયા ધારાધોરણથી કરાશે, અગાઉ કોઈ તપાસ કરાઈ હતી કે કેમ, સરકાર કે તંત્રને પુલ અંગે ફરિયાદ મળી હતી કે નહીં વગેરે જેવા અણીયારા પ્રશ્નોએ ડે.એન્જિનિયર યુ આર પટેલનો બોલવા ઈન્કાર કર્યો હતો.

 


 

(6:13 PM IST)