News of Wednesday, 9th July 2025
આતંકવાદને જડબાતોડ જવાબ માત્ર છ દિવસમાં એક લાખ ભાવિકોએ બાબા બર્ફાનીનાં દર્શન કર્યા

શ્રીનગર, તા.૯: ત્રીજી જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રામાં ભોલેનાથના ભાવિકોએ આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે અને માત્ર છ દિવસમાં એક લાખ ભાવિકોએ બાબા બર્ફાનીનાં દર્શન કર્યાં છે. ભગવાન શિવના ભક્તોએ જૂના બધા રેકૉર્ડ તોડી નાખ્યા છે.
૨૨ એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા છતાં આ વર્ષે અમરનાથ યાત્રામાં ભક્તોનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૮ જુલાઈ સુધીના પહેલા છ દિવસમાં એક લાખથી વધુ ભક્તોએ અમરનાથ ગુફા-મંદિરનાં દર્શન કર્યાં હતાં. ૩ જુલાઈએ દરવાજા ખોલવાના પહેલા જ દિવસે ૧૨,૦૦૦થી વધુ ભક્તોએ ગુફાની મુલાકાત લીધી હતી અને એ પછી આ સંખ્યા સતત વધતી રહી હતી અને સોમવારે ૨૩,૮૫૭ ભક્તોએ પવિત્ર ગુફાની મુલાકાત લીધી હતી.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
