News of Wednesday, 9th July 2025
નીતા અંબાણી પાસે છે ૧૦૦ કરોડ રૂપિયાની કાર
આ કાર છે ઓડી એ૯ અને એની કિંમત ૧૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે

મુંબઈ, તા.૯: મુકેશ અંબાણીની ગણતરી દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાં કરવામાં આવે છે. મુકેશ અંબાણી અને આખા અંબાણી પરિવારની વૈભવી લાઈફસ્ટાઈલના કિસ્સા અનેક વખત આપણે વાંચ્યા કે સાંભળ્યા જ હશે. મુકેશ અંબાણીના કારના કલેક્શનમાં એકથી ચઢિયાતી એક મોંઘી અને લક્ઝુરિયસ કાર છે એટલે મોટાભાગને એવું લાગતું હશે કે મુકેશ અંબાણી પાસે જ સૌથી મોંઘી કાર હશે, પણ બોસ હકીકતમાં એવું નથી. ચાલો જોઈએ આખરે કોણ છે એ વ્યક્તિ કે જેમની પાસે મુકેશ અંબાણી કરતાં પણ મોંઘી કાર છે.
મુકેશ અંબાણી કારના ખૂબ જ શોખીન છે અને તેમનું કારનું કલેક્શન જોરદાર છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે મુકેશ અંબાણી નહીં પણ નીતા અંબાણી પાસે મોંઘી કાર છે. આ કાર છે ઓડી એ૯ અને એની કિંમત ૧૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ઓડીની આ કાર આશરે ૬૦૦ હોર્સપાવરના ધાસુ એન્જિન સાથે બજારમાં મૂકવામાં આવી છે.
વાત કરીએ આ કારની ખાસિયત વિશે તો આ કારના રંગને માત્ર એક બટન દબાવીને બદલાવી શકાય છે. આ કારનો પેન્ટ સ્કિમ ઈલેક્ટ્રિક રીતે તૈયાર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં આવી ૧૧ કાર જ વેચાઈ શકી છે. આ કારમાં કંપની ૪.૦ લીટરનો વી૮ એન્જિન આપ્યું છે અને આ એન્જિન ૬૦૦ એચપીનો મેક્સ પાવર જનરેટ કરે છે. આ સિવાય આ કારમાં બે જ દરવાજા આપવામાં આવ્યા છે અને આ કારની લંબાઈ પાંચ મીટરની આસપાસ હોવાનું કહેવાય છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
