News of Wednesday, 9th July 2025
પીએમ મોદીએ ગંભીરા બ્રિજ દુર્ઘટનાના મૃતકોના પરિજનોને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000ની સહાયની જાહેરાત કરી
પ્રધાનમંત્રી મોદીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું :પીએમએનઆરએફ (પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ)માંથી સહાય જાહેર

નવી દિલ્હી :વડોદરાના પાદરા અને આણંદ જિલ્લાને જોડતો મહિસાગર નદી પર બનેલો 45 વર્ષ જૂનો પુલ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં પુલ પરથી પસાર થતી બે ટ્રક, એક બોલેરો અને એક જીપ સહિત ચાર વાહનો મહી નદીમાં પડી ગયા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે તેમજ 5થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને પીએમએનઆરએફ (પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ)માંથી મૃતકોના પરિવારજનોને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000ની નાણાકીય સહાયની જાહેરાત કરી છે
આણંદ-વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે. વહેલી સવારે આ બ્રિજ તૂટતા અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. હાલ આ બ્રિજ તૂટ્યાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, 3થી વધુ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે 5 જેટલા લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા છે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
