<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મુંજપુરના કેટલાક યુવાનો ગુમ ? સરપંચ સહિતના સ્થાનિક લોકો સ્થળ પર પહોંચ્યા

ગામની એક ગાડી જે અન્યત્ર જવા નીકળી હતી એ ગુમ હોવાની અને હજુ પણ મળી ન હોવાના કારણે ગામના લોકોમાં ગભરાહટ

આણંદમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી ઘટના બની છે. મહીસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો છે. આણંદ જિલ્લાના ગંભીરાથી વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો. ખુબ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો હતો આ બ્રિજ.  મોટા પ્રમાણમાં વાહનો નદીમાં પડ્યાની આશંકા છે

મહીસાગર નદી પર બનેલી ગમખ્વાર દુર્ઘટનામાં મુજપુર ગામના કેટલાક યુવાનો હજુ ગુમ હોવાની વાતોના પગલે ગામના લોકો દોડતા થયા છે, ગામના સરપંચ અને સ્થાનિક લોકો સ્થળ પર પહોંચ્યા છે. ગામની એક ગાડી જે અન્યત્ર જવા નીકળી હતી એ ગુમ હોવાની અને હજુ પણ મળી ન હોવાના કારણે ગામના લોકોમાં ગભરાહટ જોવા મળી રહી છે.

(1:33 PM IST)