News of Wednesday, 9th July 2025
''એ મારા દીકરાને ઘરવાળાને બચાવો'' : બ્રિજ તૂટતાં ચારે બાજુ વાહનો અને મૃતદેહનો વચ્ચે મહિલાનું હૈયાફાટ રુદન
એ મહિલા પણ ઈજાગ્રસ્ત હશે પરંતુ આ દુખદ ઘટનામાં તે તમામ દુખ ભૂલી લોકો પાસે પરિવારને બચવવા મદદ માંગી રહી છે

વડોદરાના પાદરામાં આવેલા મહીસાગર નદીના બ્રિજ તૂટવાની ઘટનામાં સામે આવી છે.બ્રિજનો બે પીલર વચ્ચેનો સ્લેબ તૂટીને નદીમાં ખાબક્યો છે. બે ઈકોવાન, એક પીકઅપ વાન સહિત અન્ય વાહનો નદીમાં ખાબક્યા છે.ગંભીરા બ્રિજ પર થયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધતો જઇ રહ્યો છે. અત્યાર સુધીમાં 10 લોકોના મોત થઇ ગયા છે. તો અનેક લોકોનું હજુ પણ રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યુ છે.
ત્યારે આ હચમચાવી નાંખનારી આ ઘટનામાં એક એવો વીડિયો સામે આવ્યો છે. જેમણે લોકોની આંખો ભીની કરી છે. એક માતા, એક પત્ની કે, જે પોતાના પરિવારને બચાવવા લોકોની મદદ માંગી રહી છે. આ વીડિયોમાં મહિલા કહી રહી છે કે, એ મારા દીકરાને ઘરવાળાને બચાવો. ચારે બાજુ વાહનો અને મૃતદેહનો વચ્ચે મહિલા ઉભી છે. તે પણ ઈજાગ્રસ્ત હશે પરંતુ આ દુખદ ઘટનામાં તે તમામ દુખ ભૂલી લોકો પાસે પરિવારને બચવવા મદદ માંગી રહી છે.આ વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલા હૈયાફાટ રુદન કરી રહી છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
