<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

ગજબ કિસ્‍સોઃ ૭૫ લાખના ઘરેણાં ચોરનારા ચોરોને ગઠિયાએ છેતર્યાઃ નકલી કહીને ૧ લાખમાં ખરીદી લીધા

ચોરીનો માલ ખરીદનારાએ ચોરોને પણ છેતર્યાઃ આને કહેવાય શેરને માથે સવાશેર

જયપુર તા.૯: રાજસ્‍થાનના જયપુરમાં ૭૫ લાખ રૂપિયાની જ્‍વેલરીની ચોરી થઇ હતી, જોકે ચોરોને ૭૫ લાખની આ જ્‍વેલરીને વેચવાથી માત્ર એક જ લાખ રૂપિયા મળ્‍યા હતા. કેમ કે ચોરીનો આ માલ ખરીદનારાએ ચોરોને પણ છેતર્યા હતા. આ ઉપરાંત અન્‍ય ઘટનામાં ઉત્તર પ્રદેશના લખનઉમાં ફાઇનાન્‍સ કંપનીના લોકર તોડીને ૪૩ લાખનું સોનું ઉઠાવીને કંપનીના જ કર્મચારીઓએ તેની જગ્‍યાએ નકલી સોનું મુકી દીધુ હતું.

જયપુરના જ્‍વેલરી માર્કેટમાં વેપાર કરતા બળજમોહન ગાંધી સાંજે ઘરે જઇ રહ્યા હતા, તેની પાસે કારમાં કપડાની થેલીમાં ૭૫ લાખ રૂપિયાની જ્‍વેલરી હતી. તેઓ કારમાં થેલી મુકીને જ્‍યારે એક ચાની કીટલી પર ચા પી રહ્યા હતા ત્‍યારે બાઇક પર બે લુટારા આવ્‍યા હતા અને કારના કાચ તોડીને થેલી લઇને ભાગી ગયા હતા. ચોરીમાં સામેલ આરોપીઓમાં રાહુલ જાટ, સંતોષ ચૌહાણ, વિશાલ સહિત આખી ગેંગ સામેલ હતી.

પોલીસ સમક્ષ આરોપીઓએ જણાવ્‍યું હતું કે તેમણે આ તમામ જ્‍વેલરી અજય કુમાર નટ નામના વ્‍યક્‍તિને વેચી દીધી. અજય કુમારે અમને કહ્યું હતું કે આ જ્‍વેલરી નકલી છે જ્‍યારે સોનાની ગુણવત્તા પણ સાવ નબળી છે. જોકે દાગીના તો અસલ જ હોવાની જાણકારી મળી રહી છે. બાદમાં પોલીસે અજય કુમારને મુંબઇથી ઝડપી પાડયો હતો.

જ્‍યારે લખનઉમાં ગોલ્‍ડ લોન ફાઇનાન્‍સ કંપની મણપ્‍પુરમ ગોલ્‍ડ લોન ફાઇન્‍સ કંપનીના કેટલાક કર્મચારીઓએ લોકરમાં રખાયેલા ત્રણ ગ્રાહકોના ૪૩ લાખ રૂપિયાનું અસલી સોનું કાઢી લીધુ હતું અને તેના સ્‍થાને નકલી સોનુ મુકી દીધુ હતું

(10:45 AM IST)