News of Wednesday, 9th July 2025
વૃંદાવન મંદિરમાં પૂજા કરવા ગયાઃ શ્વાનને ગાડીમાં જ મૂકી ગયાઃ શ્વાસ રૂંધાતા મૃત્યુ
ગૂંગળામણને લીધે કારની અંદર શ્વાસ લેવા માટે ટળવળતા લાચાર પ્રાણીના દૃશ્યે બધા લોકોને આંસુઓથી ભરી દીધા

વૃંદાવન તા.૯: વળંદાવનમાં શ્રીયાદ હૉસ્પિટલ પાસે ર્પાકિંગમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાથી હોબાળો મચી ગયો છે. બન્યું એમ કે એક પરિવાર પ્રાર્થના કરવા ગયો મંદિરમાં ગયો ત્યારે તેના શ્વાનને કારમાં બંધ કરીને છોડી ગયો. બંધ વાહનની કાળઝાળ ગરમીમાં તડકામાં ફસાયેલા, બિચારા આ શ્વાનને ખૂબ જ પીડા થઈ અને તેનો જીવ મુંઝાતા તેનું મળત્યુ થયું. જ્યારે પરિસરના લોકોએ કારની અંદરથી શ્વાનના ભોંકવાના અને રડવાના અવાજો સાંભળ્યા, ત્યારે તેઓએ તરત જ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ખૂલ્યો નહી. કેટલાક લોકોએ સંઘર્ષ કરી રહેલા ્રપ્રાણીને બચાવવા માટે બારીનો કાચ તોડવાનું સૂચન કર્યું, પરંતુ તેના બદલે, તેઓએ મેકેનિકને બોલાવ્યો. આખરે દરવાજો ખોલવામાં આવ્યો ત્યાં સુધીમાં, શ્વાન અધમૂવો થઈ ગયો હતો.
સ્થાનિકોએ ઉલ્લેખ કર્યો કે તેઓએ કાર માલિકને શ્વાનને બહાર બાંધવા વિનંતી કરી હતી, પરંતુ તેમની વિનંતીઓને અવગણવામાં આવી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગૂંગળામણને લીધે કારની અંદર શ્વાસ માટે લડતા લાચાર પ્રાણીના દૃશ્યે બધા લોકોને આંસુઓથી ભરી દીધા. ડૉક્ટરોના અહેવાલો અનુસાર, મળત્યુનું કારણ ગૂંગળામણ હતી. પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે.(
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
