News of Wednesday, 9th July 2025
મધ્ય પ્રદેશમાં નરબલિની શંકાઃ ધડથી અલગ થયેલા માથાની ફરતે લીંબુ, અગરબત્તી અને બ્લેક મેજીકનો સામાન મળ્યો

ટીકમગઢ,તા.૦૯: મધ્ય પ્રદેશના ટીકમગઢ જિલ્લામાં ધાર્મિક સ્થળની નજીક એક માણસનું કપાયેલું માથું અને ધડ મળી આવ્યાં હતાં. પોલીસને નરબલિ અપાયાની શંકા છે. ઘટનાસ્થળેથી પોલીસને માથાની ફરતે લીંબુ, અગરબત્તી, રાખ, ચિલમ જેવી ચીજો પણ મળી હતી. ૩૨ વર્ષનો અખિલેશ કુશવાહા ખેતર પાસેના તેના ઘરમાં એકલો રહેતો હતો. પોલીસે ૧૦૦ ટકા નરબલિ હોવાની આશંકાને પુષ્ટિ આપે છે. ઘટના પછી ગામમાં સન્નાટો પ્રસરી ગયો છે
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
